ઓગસ્ટ 4, 2026 12:35 પી એમ(PM)

printer

કચ્છના માછીમારોને શંકાસ્પદ વ્યક્તિઓ અને શંકાસ્પદ બોટો ઉપર નજર રાખવા મરીન ટાસ્ક ફોર્સની સૂચના

મરીન ટાસ્ક ફોર્સ દ્વારા કચ્છના છછી લાઇટ હાઉસ, સાંધાણ અને સુથરી સુધીના તટીય વિસ્તારમાં વિશેષ સઘન તપાસ હાથ ધરાઈ. ટાસ્ક ફોર્સ દ્વારા દરિયાઈ સુરક્ષા અને તકેદારીના ભાગરૂપે વિવિધ વિસ્તારોમાં તપાસ કરવામાં આવી હતી. દરમિયાન માછીમારોને અજાણ્યા તેમજ શંકાસ્પદ વ્યક્તિઓ અને શંકાસ્પદ બોટો ઉપર નજર રાખવા તેમજ સતર્ક રહેવા સૂચના અપાઈ હતી. હાલમાં સમગ્ર રાજ્યના દરિયાકાંઠે આ પ્રકારની વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવી રહ્યું છે.