ઓગસ્ટ 4, 2026 12:25 પી એમ(PM)

printer

રાજયની 20 ITI અને 17 પોલિટેકનિકની ડેટા અને કૃત્રિમ બુદ્ધિમત્તા AI પ્રયોગશાળાઓની સ્થાપના માટે પસંદગી

રાજયની 20 ITI અને 17 પોલિટેકનિકની ડેટા અને કૃત્રિમ બુદ્ધિમત્તા AI પ્રયોગશાળાઓની સ્થાપના માટે પસંદગી કરવામાં આવી છે. ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી રાજ્યમંત્રી જિતિન પ્રસાદે રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં દ્વારા આ માહિતી આપી. મંત્રીએ જણાવ્યું કે, ‘ઈન્ડિયા AI સ્ટાર્ટઅપ ફાયન્સિગ ‘ સ્તંભ હેઠળ રાજયમાં પ્રાદેશિક AI ઇનોવેશન ઇકોસિસ્ટમને મજબૂત કરવા બે AI ઉત્કૃષ્ઠતા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજ્યના વિદ્યાર્થીઓને 23 ફેલોશિપ એનાયત કરવામાં આવી છે, જે શૈક્ષણિક સંસ્થાઓમાં AI સંશોધન અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપશે.