હવામાન

ડિસેમ્બર 3, 2025 7:12 પી એમ(PM)

views 51

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી અઠવાડિયે વધુ ઠંડી પડવાની શક્યતા

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી સપ્તાહમાં વધુ ઠંડી પડવાની શક્યતા છે. જોકે બે દિવસ રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે. રાજ્યમાં 7 દિવસ સુધી લઘૂતમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીની વધઘટ રહેશે.

ડિસેમ્બર 3, 2025 9:30 એ એમ (AM)

views 51

10 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું

પવનોની દિશા બદલાતા રાજ્યમાં ઠંડીનું જોર ઘટ્યું છે. હવામાન વિભાગ અનુસાર આગામી સાત દિવસમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં. જોકે ત્યારબાદ ઠંડી વધી શકે છે.બીજી તરફ રાજ્યમાં 10 ડિગ્રી લધુત્તમ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે. છેલ્લા 24 કલાકમાં નલિયાના તાપમાનમાં 4.8 ડિગ્રીનો ઘટાડો નો...

ડિસેમ્બર 2, 2025 9:47 એ એમ (AM)

views 48

આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીમાં વધારો થવાની શક્યતા નહીવત્

રાજ્યમાં આગામી સાત દિવસ ઠંડીમાં વધારો થવાની શક્યતા નહીંવત્ છે. હવામાન વિભાગની યાદી મુજબ, આ સમયગાળા દરમિયાન રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે. બીજી તરફ, રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં 15 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે દીવ, જુનાગઢનું કેશોદ અને કચ્છનું નલિયા સૌથી ઠંડા શહેર રહ્યા છે.જ્યારે અમદાવાદ, ભાવનગ...

ડિસેમ્બર 1, 2025 9:34 એ એમ (AM)

views 53

આગામી 4 દિવસ દરમિયાન રાજ્યમાં ઠંડીમાં સામાન્ય વધારો થવાની શક્યતા

હવામાન વિભાગે આગામી 4 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરી છે. આ સાથે રાજ્યમાં ઠંડીમાં સામાન્ય વધારો થવાની શકે છે. હાલ રાજ્યના 14 જિલ્લામાં તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાયું છે. સૌથી ઓછું લઘુત્તમ તાપમાન વડોદરા અને અમરેલીમાં 16.8 ડિગ્રી નોંધાયું હતુ...

નવેમ્બર 30, 2025 4:01 પી એમ(PM)

views 46

ચક્રવાતી વાવાઝોડું દિતવાહ તમિલનાડુ-પુડુચેરી દરિયાકાંઠાની નજીક આગળ વધ્યું

ચક્રવાતી વાવાઝોડું દિતવાહ તમિલનાડુ-પુડુચેરી દરિયાકાંઠાની નજીક આગળ વધી રહ્યું છે. જેના કારણે ગઈકાલ રાતથી પુડુચેરી અને કરાઈકલમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ રહ્યો છે. આજે સવારે સાડા આઠ વાગ્યા સુધીમાં પુડુચેરીમાં 7.53 સેમી જ્યારે કરાઈકલમાં 19.1 સેમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચક્રવાત ઉત...

નવેમ્બર 29, 2025 7:24 પી એમ(PM)

views 59

હવામાન વિભાગે આજે ચેન્નાઈ, ચેંગલપટ્ટુ, તિરુવલ્લુર અને કાંચીપુરમ માટે રેડ એલર્ટ જાહેર કર્યું.

હવામાન વિભાગે આજે ચેન્નાઈ, ચેંગલપટ્ટુ, તિરુવલ્લુર અને કાંચીપુરમ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ચક્રવાત દિત્વાહને કારણે તમિલનાડુના દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. જિલ્લા કલેક્ટરોને જરૂરી સાવચેતીનાં પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. નાગપટ્ટીનમ અને આસપાસના કેટલાક વિસ્તારોમાં ભારે ...

નવેમ્બર 29, 2025 1:58 પી એમ(PM)

views 45

ચક્રવાત દિતવાહ તમિલનાડુના દરિયાકાંઠા તરફ આગળ વધ્યું- આવતીકાલે ઉત્તર તમિલનાડુ, પૂડુંચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે પહોંચવાની સંભાવના

શ્રીલંકામાં વિનાશ સર્જ્યા પછી ચક્રવાતી વાવાઝોડું દિટવાહ તમિલનાડુના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. હાલમાં તે શ્રીલંકાના દરિયાકાંઠાથી લગભગ 80 કિમી પશ્ચિમમાં સ્થિત છે અને તે 8 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને કરાઈકલથી 190 કિમી દક્ષિણપૂર્વમાં અને ચેન્નઈથી 440 કિમી દૂર છે. ...

નવેમ્બર 28, 2025 7:24 પી એમ(PM)

views 42

હવામાન વિભાગે દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડીમાં ચક્રવાત દિત્વાહને કારણે પુડુચેરી માટે રેડ એલર્ટ જાહેર કર્યું.

હવામાન વિભાગે દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડીમાં ચક્રવાત દિત્વાહને કારણે પુડુચેરી માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. અરક્કોનમથી રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળની 60 સભ્યોની ટીમ આજે પુડુચેરી પહોંચી હતી અને જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે ચર્ચા કરી હતી. કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે, 312 કામચલાઉ રાહત શિબિરોની સ્થાપના કર...

નવેમ્બર 25, 2025 2:33 પી એમ(PM)

views 48

રાજ્યમાં હાલ વહેલી સવારે અને રાત્રે ઠંડી તથા બપોરે ગરમી એમ એકસાથે બે ઋતુનો અનુભવ

રાજ્યમાં હાલ વહેલી સવારે અને રાત્રે ઠંડી તથા બપોરે ગરમી એમ એકસાથે બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. તેવામાં હવામાન વિભાગે ડિસેમ્બર મહિનામાં કડકડતી ઠંડી પડવાની આગાહી કરી છે. આ સાથે જ તાપમાનમાં પણ બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. હાલ 11 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે કચ્છનું નલિયા સૌથી ઠંડું શહેર ર...

નવેમ્બર 25, 2025 2:12 પી એમ(PM)

views 95

ઇથોપિયામાં જ્વાળામુખીના કારણે નીકળેલા રાખના વાદળ ચીન તરફ જવાની શક્યતા..ભારતના વાતાવરણ પર કોઇ અસર નહી કરે તેમ હવામાન વિભાગે કહ્યું

હવામાન વિભાગે ઇથોપિયામાં જ્વાળામુખી ફાટવાથી નીકળેલા રાખના વાદળો આજે સાંજ સુધીમાં ભારતથી ચીન તરફ આગળ વધવાની શક્યતા વ્યક્ત કરી છે. આકાશવાણી સમાચાર સાથે વાત કરતા, હવામાન વિભાગના વડા મૃત્યુંજય મોહપાત્રાએ જણાવ્યું હતું કે રાખના વાદળો ફક્ત વિમાન સંચાલનને અસર કરી રહ્યા છે અને હવામાન કે હવાની ગુણવત્તા પર કો...