હવામાન

નવેમ્બર 16, 2025 2:42 પી એમ(PM)

views 52

રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓનું તાપમાન 14 થી 17 ડિગ્રી વચ્ચે નોંધાયું.

રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓનું તાપમાન 14 થી 17 ડિગ્રી વચ્ચે નોંધાયું. કચ્છ જિલ્લાનું નલિયામાં ફરી એકવાર સૌથી ઓછું 14 ડિગ્રી જ્યારે રાજકોટમાં 14.5 ડિગ્રી તાપમાન નોંધાયું. અમરેલી તથા વડોદરામાં 15.2 ડિગ્રી, ગાંધીનગરમાં 15.5 ડિગ્રી, તો અમદાવાદમાં 16. 6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

નવેમ્બર 16, 2025 9:13 એ એમ (AM)

views 51

તમિલનાડુ અને પુડુચેરીમાં વિવિધ સ્થળોએ આજે ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી

હવામાન વિભાગે આજે તમિલનાડુ અને કરાઈકલમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. કેરળ અને માહેમાં પણ આજે અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગ અનુસાર, પૂર્વ રાજસ્થાન, ઝારખંડ અને ઉત્તર પ્રદેશના અલગ અલગ વિસ્તારોમાં આજે શીત લહેરની સ્થિતિ યથાવત રહેવાની સંભાવના છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મરાઠ...

નવેમ્બર 15, 2025 9:34 એ એમ (AM)

views 47

રાજ્યમાં બેવડી ઋતુના અનુભવ સાથે 12 ડિગ્રી સાથે દાહોદ સૌથી ઠંડુ શહેર

રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.વહેલી સવારે અને રાતે ઠંડી જ્યારે બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં 12 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે દાહોદ સૌથી ઠડું શહેર બન્યું છે. આ ઉપરાંત નલિયામાં 13, કેશોદ,અમરેલીમાં 14-14 અને તે સિવાયના શહેરોમાં 15 થી 24 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયુ...

નવેમ્બર 14, 2025 8:10 પી એમ(PM)

views 55

રાજ્યમાં આગામી સાત દિવસ ઠંડીમાં વધારો થવાની શક્યતા નહીંવત્

રાજ્યમાં હાલ એકસાથે બે ઋતુનો અનુભવ થશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. વિભાગના નિયામક ડૉક્ટર એ. કે. દાસે કહ્યું, મોટા ભાગના જિલ્લાનું તાપમાન સામાન્ય કરતા ઓછું નોંધાયું છે. આગામી સાત દિવસ લઘુત્તમ તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા નહીંવત્ હોવાનું પણ શ્રી દાસે જણાવ્યું

નવેમ્બર 14, 2025 3:06 પી એમ(PM)

views 37

રાજ્યમાં હાલ એકસાથે બે ઋતુનો અનુભવ થશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે

રાજ્યમાં હાલ એકસાથે બે ઋતુનો અનુભવ થશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. વિભાગના નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું, મોટા ભાગના જિલ્લાનું તાપમાન સામાન્ય કરતા ઓછું નોંધાયું છે. અમદાવાદનું પણ લઘુત્તમ તાપમાન 16.5 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું છે. આગામી સાત દિવસ લઘુત્તમ તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા નહીંવ...

નવેમ્બર 14, 2025 9:50 એ એમ (AM)

views 57

ઉત્તર-પૂર્વના પવનના કારણે રાજ્યના પૂર્વ ભાગમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો

આગામી સાત દિવસ સુધી રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે. આ સમયગાળા દરમિયાન તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર જોવા નહીં મળે. હવામાન વિભાગના નિયામક ડૉ એ કે દાસે જણાવ્યું, હાલમાં ઉત્તર-પૂર્વથી પૂર્વ દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે. ભેજમાં વધારો થવાથી રાજ્યના પશ્ચિમ વિસ્તારમાં તાપમાન યથાવત રહ્યું છે, જ્યારે ઉત્તર-પૂર્વના પવ...

નવેમ્બર 14, 2025 9:37 એ એમ (AM)

views 52

છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં આગામી બે દિવસ ઠંડીની લહેરની આગાહી

ભારતીય હવામાન વિભાગે આગામી બે દિવસ છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં ઠંડીની લહેરની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી બે થી ત્રણ દિવસ દરમિયાન ઉત્તરપૂર્વ ભારત અને ઉત્તર પ્રદેશમાં ધુમ્મસની રહેશે. હવામાન એજન્સીએ જણાવ્યું હતું કે આજે કેરળ અને માહેમાં વીજળી સાથે વાવાઝોડાની શક્યતા છે.દરમિયાન, દિલ્હી-એન.સી.આરમાં હ...

નવેમ્બર 12, 2025 7:58 પી એમ(PM)

views 45

તાઈવાનમાં ફન્ગ-વૉન્ગ વાવાઝોડું આવતા પહેલા આઠ હજાર 300થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા

તાઈવાનમાં આજે ફન્ગ-વૉન્ગ વાવાઝોડું આવતા પહેલા આઠ હજાર 300થી વધુ લોકોને સલામત સ્થળ પર મોકલાયા. વાવાઝોડાના કારણે તાઈવાનના પૂર્વ કાંઠા પર ભારે વરસાદથી પૂર આવતાં 51 લોકો ઇજાગ્રસ્ત થયા. જ્યારે ઘરો અને માર્ગો પર પાણી ભરાઈ ગયા છે. બંદર શહેર સુઆઓમાં એક હજારથી વધુ ઘર પાણીમાં ડૂબી ગયા છે. અહીં ગઈકાલે વિક્રમજન...

નવેમ્બર 12, 2025 9:31 એ એમ (AM)

views 46

રાજ્યના આઠ શહેરોમાં તાપમાનનો પારો 16 ડિગ્રીથી નીચે ગયો.. 12 ડિગ્રી સાથે દાહોદ રાજ્યનું સૌથી ઠંડુ શહેર

રાજ્યના અમદાવાદ સહિતના 8 શહેરોમાં 16 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે.દાહોદ શહેર 12.2 ડિગ્રી તાપમાન સાથે ઠંડુગાર શહેર રહ્યું છે, તો ગાંધીનગરમાં 13.8, અમરેલી, નલિયા અને રાજકોટમાં 14 ડિગ્રી જ્યારે અમદાવાદ અને વડોદરામાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આવતીકાલથી ઠંડીનું જોર વધે તેવી શક્યતા છે. જો કે, હવા...

નવેમ્બર 11, 2025 7:30 પી એમ(PM)

views 50

આગામી સાત દિવસ લઘુત્તમ તાપમાનમાં ફેરફારની શક્યતા નહીવત્

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી સાત દિવસ દરમિયાન હવામાન સામાન્ય રીતે સૂકું રહેવાની આગાહી છે તેમજ લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. રાજ્યમાં આજે ભૂજ, ભાવનગર, રાજકોટ અને દમણ શહેર 32.8 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી વધુ મહત્તમ તાપમાન ધરાવતા શહેરો રહ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.