વ્યવસાય

સપ્ટેમ્બર 10, 2025 2:06 પી એમ(PM)

views 90

અમેરિકામાં ફેડરલ વ્યાજ દરો ઘટાડવાના સંકેત બાદ અમેરિકા અને ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ

વોલ સ્ટ્રીટના ત્રણ મુખ્ય સૂચકાંકોએ મંગળવારે વિક્રમી ઉચ્ચ બંધ નોંધાવ્યા હતા. ફેડરલ રિઝર્વ આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે વ્યાજદરમાં ઘટાડો કરશે તેવી અપેક્ષાઓ વચ્ચે નાસ્ડેક અને ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ દરેક નવા સર્વોચ્ચ સ્તરે બંધ થયા હતા. બીજીતરફ અમેરિકાના બજારો સાથેસાથે ભારતીય શેરમાર્કેટમાં તેજીનો ...

સપ્ટેમ્બર 3, 2025 3:10 પી એમ(PM)

views 48

કરવેરામાં સુધારા અને સરળીકરણની ચર્ચાની શક્યતા સાથે GST પરિષદની 56મી બેઠક નવી દિલ્હીમાં શરૂ થઈ.

GST પરિષદની 56મી બેઠક આજે નવી દિલ્હીમાં શરૂ થઈ. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણ આ બે દિવસીય બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. આ પરિષદ ભારતના આગામી પેઢીના GST સુધારાઓ પર ચર્ચા થવાની તેમજ અપેક્ષા છે, જેમાં કર દરોનું સરળીકરણની ચર્ચા પણ થશે. કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરી, દિલ્હી, ગોવા, હરિયાણા...

ઓગસ્ટ 18, 2025 1:57 પી એમ(PM)

views 81

ઓટો અને રિયાલીટી સેક્ટરના શેરોમાં ભારે લેવાલીના પગલે શેરબજારમાં ફુલગુલાબી તેજી

દિવાળીમાં જીએસટીમાં રાહત આપવાના સરકારના સંકેતના પગલે ભારતીય શેરબજારમાં આજે સવારથી ફુલગુલાબી તેજી જોવા મળી હતી. સેન્સેક્સ પ્રારંભિક તબક્કે એક હજાર કરતાં વધુ પોઇન્ટ ઉછળ્યો હતો અને નિફ્ટીમાં પણ 350 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો.. સપ્તાહના આરંભે જ શેરબજારમાં તેજીનો માહોલ સર્જાયો હતો, જે બપોર બાદ પણ યથાવ...

જુલાઇ 28, 2025 7:48 પી એમ(PM)

views 61

સપ્તાહનાં પ્રથમ વેપાર સત્રમાં સ્થાનિકઇક્વિટી સૂચકાંકો અડધા ટકાથી વધુનાં ઘટાડા સાથે બંધ

સપ્તાહનાં પ્રથમ વેપાર સત્રમાં સ્થાનિક ઇક્વિટી સૂચકાંકોએ આજે મોટાભાગના ક્ષેત્રોમાં વેચવાલી વચ્ચે અડધા ટકાથી વધુની ખોટ નોંધાવી હતી. પ્રથમ ત્રિમાસિક ગાળાની કમાણી અને ભારત-અમેરિકા વેપાર મંત્રણામાં ચાલી રહેલી અનિશ્ચિતતાને કારણે બજારનું સેન્ટિમેન્ટ નબળું રહ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ-BSEનો 30 શેરોનો...

જુલાઇ 23, 2025 1:25 પી એમ(PM)

views 53

એશિયન ડેવલપમેન્ટ બેંકનો 6.7 ટકાના દરે ભારતના વિકાસનો અંદાજ.

ભારતીય અર્થતંત્રનો ચાલુ વર્ષે GDPમાં 6.5 ટકા અને આગામી વર્ષે 6.7 ટકાના દરે વિકાસનો અંદાજ આંકવામાં આવ્યો છે. એશિયન ડેવલપમેન્ટ બેંકના એક અહેવાલમાં જણાવાયું છે કે મજબૂત સ્થાનિક માંગ, સામાન્ય ચોમાસુ અને નાણાકીય પ્રવાહના કારણે વૃદ્ધિના અંદાજને ટેકો મળ્યો છે. અહેવાલમાં ફુગાવામાં ચાલુ વર્ષે 3.8 ટકા અને આગા...

જુલાઇ 16, 2025 2:06 પી એમ(PM)

views 50

ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સે ઝડપથી ડિજિટલાઇઝ થઈ રહેલા વિશ્વમાં નાણાંનો દુરુપયોગ થવાની આશંકા વ્યક્ત કરી

ગ્લોબલ ટેરર ફાઇનાન્સિંગ વોચડોગ, ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) એ ઝડપથી ડિજિટલાઇઝ થઈ રહેલા વિશ્વમાં નાણાંનો દુરુપયોગ થવાની આશંકા વ્યક્ત કરી છે. FATF એ જણાવ્યું હતું કે આતંકવાદને ટેકો આપવા, ગેરકાયદેસર કમાણી છુપાવવા અથવા વૈશ્વિક શાંતિને નુકસાન પહોંચાડી શકે તેવી પ્રવૃત્તિઓને ભંડોળ પૂરું પાડવા માટે...

જુલાઇ 15, 2025 1:50 પી એમ(PM)

views 56

મુંબઇમાં પ્રથમ શો રૂમના ઉદઘાટન સાથે અમેરિકન બહુરાષ્ટ્રીય ઓટોમોટિવ કંપની ‘ટેસ્લા’નો ભારતીય બજારમાં પ્રવેશ

મુંબઇમાં પ્રથમ શોરૂમના ઉદઘાટન સાથે અમેરિકન બહુરાષ્ટ્રીય ઓટોમોટિવ કંપની 'ટેસ્લા' એ તેના મોડલ 'વાય' ઇલેક્ટ્રિક વાહનના લોન્ચિંગ સાથે સત્તાવાર રીતે ભારતીય બજારમાં પ્રવેશ કર્યો છે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એક ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી હતી અને ટેસ્લાને મહારાષ્ટ્રમાં તેની સંશોધન અને વિક...

જુલાઇ 14, 2025 7:37 પી એમ(PM)

views 58

શેરબજાર સૂચકાંક સેન્સેક્સ અને નિફ્ટી સતત ચોથા દિવસે ઘટાડા સાથે બંધ રહ્યા

સ્થાનિક શેરબજાર સૂચકાંક આજે સપ્તાહના પ્રથમ દિવસે નકારાત્મક ખુલ્યા હતા. સેન્સેક્સ અને નિફ્ટી સતત ચોથા દિવસે ઘટાડા સાથે બંધ રહ્યા હતા. પ્રથમ ત્રિમાસિક ગાળાના નબળા નાણાકીય પરિણામ અને વૈશ્વિક વેપાર જકાત અંગે ચિંતાને પગલે શેરબજારમાં નરમાઇ જોવા મળી હતી. બીએસઇ સેન્સેક્સ 247 પોઇન્ટ ઘટીને 82 હજાર 253 અને એનએ...

જુલાઇ 2, 2025 8:26 એ એમ (AM)

views 51

રાજ્યમાં જૂન મહિનામાં GSTની આવકમાં 11 ટકા જેટલો વધારો

ગુજરાત રાજ્યને જૂન મહિનામાં વસ્તુ અને સેવા કર- GST હેઠળ છ હજાર 150 કરોડ રૂપિયાની આવક થઈ, જે જૂન 2024ની પાંચ હજાર 562 કરોડ રૂપિયાની આવક કરતાં 11 ટકા વધુ છે. સત્તાવાર યાદી મુજબ, રાજ્યને જૂન 2025માં વેલ્યુ એડેડ ટેક્સ – વેટ હેઠળ 2 હજાર 833 કરોડ રૂપિયા, વિદ્યુત શુલ્ક હેઠળ 876 કરોડ રૂપિયા અને વ્યવસાય વેરા...

જૂન 24, 2025 1:47 પી એમ(PM)

views 48

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધવિરામની જાહેરાતને પગલે ભારતીય શેરબજારોમાં તેજી

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામની જાહેરાતને પગલે આજે ભારતીય શેરબજારની સાથે સાથે વૈશ્વિક બજારમાં તેજી છે. ભારતીય શેરબજારમાં એક હજાર કરતાં વધુ અંકોના ઉછાળા સાથે માર્કેટ 82 હજાર નવો અંક જ્યારે નિફ્ટીમાં 300 કરતાં વધુ અંગેનો ઉછાળો જોવા મળ્યો હતો. છેલ્લા સત્...