રાજ્યમાં ભારે ચર્ચાસ્પદ બનેલા ભાવનગરના નકલી દારૂકાંડના મુખ્ય સૂત્રધાર આરોપી રઈશ અન્સારીને પોલીસે ઝડપી પાડ્યા બાદ ગઇકાલે ભારે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે સ્થાનિક અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે આંતરરાજ્ય નેટવર્ક અને દારૂકાંડના મૂળ સુધી પહોંચવા માટે આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે, કોર્ટે નવ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવાનો મહત્વનો હુકમ કર્યો છે.
Site Admin | ઓગસ્ટ 22, 2026 10:34 એ એમ (AM)
ભાવનગર નકલી દારુકાંડમાં ઝડપાયેલો મુખ્ય સૂત્રધાર નવ દિવસના રિમાન્ડ પર