બાંગ્લાદેશ સરકાર દેશભરમાં સલામત, શાંતિપૂર્ણ અને ઉત્સવપૂર્ણ વાતાવરણમાં દુર્ગા પૂજા 2026ની ઉજવણી માટે પ્રતિબદ્ધ છે, એમ ધાર્મિક બાબતોના મંત્રી મોહમ્મદ શમીમ કૈસરે જણાવ્યું છે.
તેમણે ઉમેર્યું કે દેશના હિન્દુ સમુદાયના મુખ્ય ધાર્મિક તહેવાર દુર્ગા પૂજા માટે દેશભરમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરાઇ છે.
રાજ્ય મંત્રીએ લોકોને સામાજિક અને ધાર્મિક સંવાદિતા જાળવવા હાકલ કરી હતી, તેમજ ગુપ્તચર એજન્સીઓને સોશિયલ મીડિયા પર જૂની અથવા ખોટી અફવાઓ ફેલાવનારાઓ સામે તાત્કાલિક કાનૂની પગલાં લેવા નિર્દેશ આપ્યો છે.