જાન્યુઆરી 19, 2026 7:41 પી એમ(PM)

views 39

77મા પ્રજાસત્તાક દિવસની પરેડ જોવા 10 હજાર વિશેષ મહેમાનોને આમંત્રણ.

સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે આ વર્ષે નવી દિલ્હીના કર્તવ્ય પથ ખાતે 77મા પ્રજાસત્તાક દિવસની પરેડ જોવા માટે લગભગ 10 હજાર ખાસ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે. મહેમાનોમાં આવક અને રોજગાર સર્જનમાં અનુકરણીય કાર્ય કરનારા, શ્રેષ્ઠ સંશોધકો, સ્ટાર્ટ-અપ્સ, સ્વ-સહાય જૂથો અને વિવિધ સરકારી પહેલ હેઠળ શ્રેષ્ઠ...

જાન્યુઆરી 19, 2026 7:50 પી એમ(PM)

views 36

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળનું રાજ્ય સરકારનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં ભાગ લેવા મિલાન પહોંચ્યું.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળનું રાજ્ય સરકારનું ઉચ્ચ સ્તરનું પ્રતિનિધિમંડળ આજે મિલાન પહોંચતાં લોકોએ ભવ્ય સ્વાગત કર્યું. વિમાનમથક પર શ્રી સંઘવીએ લોકો સાથે સંવાદ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ પ્રતિનિધિમંડળ સ્વિત્ઝર્લૅન્ડના દાવોસમાં આજથી 23 જાન્યુઆરી સુધી યોજાનારી વર્લ્ડ ઇકોનોમિક ફૉરમ – WE...

જાન્યુઆરી 19, 2026 7:06 પી એમ(PM)

views 32

કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી રામદાસ આઠવલેએ અમદાવાદમાં કેન્દ્ર સરકારની યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરી

કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી રામદાસ આઠવલેએ જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત આજે વિશ્વના ટોચના અર્થતંત્રમાં ચોથા ક્રમે પહોંચ્યું છે. અમદાવાદ અતિથિગૃહ ખાતે આજે જિલ્લાસ્તરના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાયેલી સમીક્ષા બેઠકમાં મંત્રીશ્રીએ કેન્દ્ર સરકારની વિવિધ યો...

જાન્યુઆરી 19, 2026 7:05 પી એમ(PM)

views 99

રાજ્યમાં “તમારા પૈસા – તમારો અધિકાર” અભિયાન હેઠળ 104 કરોડ રૂપિયાથી વધુની રકમ મૂળ ખાતેદારને પરત અપાઈ

“તમારા પૈસા – તમારો અધિકાર” અભિયાન હેઠળ રાજ્યમાં 104 કરોડ રૂપિયાથી વધુની રકમ તેમના મૂળ ખાતેદારને પરત કરવામાં આવી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે ઑક્ટોબર 2025માં ગાંધીનગરથી રાષ્ટ્રવ્યાપી નાણાકીય જાગૃતિ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. તે અંતર્ગત 31 ડિસેમ્બર 2025 સુધીમાં 104 કરોડ રૂપિયાની રકમ ખ...

જાન્યુઆરી 19, 2026 7:03 પી એમ(PM)

views 30

અમદાવાદમાં શાળાની બહાર વિદ્યાર્થી પર થયેલા હુમલા બાબતે પોલીસે છ લોકોને પકડ્યા.

અમદાવાદમાં ઘાટલોડિયાની એક શાળાની બહાર ધોરણ 10ના એક વિદ્યાર્થી પર અન્ય વિદ્યાર્થી દ્વારા કરાયેલા હુમલા મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડૉક્ટર પ્રદ્યુમન વાજાએ કહ્યું, પોલીસે આ મામલે છ લોકોને પકડ્યા છે. જ્યારે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને હૉસ્પિટલ ખસેડાયા છે.

જાન્યુઆરી 19, 2026 7:02 પી એમ(PM)

views 64

દમણનાં ખેલાડી શ્રેયા રસ્તોગીએ રાષ્ટ્રીય સ્તરની વ્યાયામ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો.

કેન્દ્રશાસિત પ્રદેશ દમણનાં ખેલાડી શ્રેયા રસ્તોગીએ રાષ્ટ્રીય સ્તરની વ્યાયામ – જિમ્નેસ્ટિક્સ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. પશ્ચિમ બંગાળના કોલકાતામાં તાજેતરમાં યોજાયેલી 69-મી ભારતીય રાષ્ટ્રીય શાળા રમતગમત મહામંડળ – SGFIની 17 વર્ષથી ઓછી વયની શ્રેણીમાં તેમણે આ સિદ્ધિ મેળવી છે. રાષ્ટ્રીય સ્તરની આ સ્પ...

જાન્યુઆરી 19, 2026 2:26 પી એમ(PM)

views 29

CISF દ્વારા દરિયાકાંઠાની સુરક્ષા અને રાષ્ટ્રીય મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે આગામી 28 જાન્યુઆરીથી વંદે માતરમ્ કૉસ્ટલ સાયક્લોથોન યોજાશે.

કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ – CISF દ્વારા દરિયાકાંઠાની સુરક્ષા અને રાષ્ટ્રીય મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે આગામી 28 જાન્યુઆરીથી વંદે માતરમ્ કૉસ્ટલ સાયક્લોથોન યોજાશે. આ અંગે પત્રકાર પરિષદને સંબોધતા, CISFના પશ્ચિમી ક્ષેત્રના આઈ.જી. અભિષેક ગોયલે કહ્યું, સુરક્ષિત તટ, સમૃદ્ધ ભારત આ વિષય સાથે આ 25 દિવસની સ...

જાન્યુઆરી 19, 2026 2:21 પી એમ(PM)

views 387

મહિલા પ્રીમિયર લીગ – WPL ક્રિકેટમાં આજે ગુજરાત જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વચ્ચે મુકાબલો થશે.

મહિલા પ્રીમિયર લીગ – WPL ક્રિકેટમાં આજે ગુજરાત જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વચ્ચે મુકાબલો થશે. વડોદરામાં કોટમ્બીમાં આવેલા BCA સ્ટૅડિયમમાં આજે સાંજે 7.30 વાગ્યે WPLની 12-મી મૅચ રમાશે. ગુજરાતની ટીમ ઍશલિ ગાર્ડનર અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની ટીમ સ્મૃતિ મંધાનાની આગેવાની હેઠળ મેદાનમાં ઉતરશે.

જાન્યુઆરી 19, 2026 2:20 પી એમ(PM)

views 32

મહેસાણામાં આગામી 25 અને 26 જાન્યુઆરીએ બહુચર માતાજીના ધામનો 13-મો પાટોત્સવ યોજાશે.

મહેસાણામાં આગામી 25 અને 26 જાન્યુઆરીએ બહુચર માતાજીના ધામનો 13-મો પાટોત્સવ યોજાશે. બહુચરાજી તાલુકાના સંખલપુર ગામમાં આ પ્રસંગે બહુચર માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આનંદના ગરબાનું આયોજન કરાયું છે. તેમાં ગુજરાત, મુંબઈ સહિત વિવિધ સ્થળેથી આવેલા 350થી વધુ આનંદના ગરબા મંડળ ભાગ લેશે. ભક્તો માટે રહેવા અને જમવાની ...

જાન્યુઆરી 19, 2026 2:20 પી એમ(PM)

views 25

જળસંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલે ગાંધીનગરથી 10 કરોડ 83 લાખ રૂપિયાથી વધુની કિંમતના 15 વાહનોનું પ્રસ્થાન કરાવ્યું.

જળસંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલે ગાંધીનગરથી 10 કરોડ 83 લાખ રૂપિયાથી વધુની કિંમતના 15 વાહનોનું પ્રસ્થાન કરાવ્યું. વરસાદી પાણીના સંગ્રહ અભિયાન હેઠળ રાજ્યભરમાં આ વાહનો બંધ, નહેર, તળાવના નિર્માણ અને સમારકામમાં મદદરૂપ થશે. નવા વાહનો દ્વારા વાર્ષિક અંદાજે 70 લાખ ઘન મીટરથી વધુ માટીકામ, હયાત નહેર સફાઈ, નડતર...