જાન્યુઆરી 23, 2026 7:55 પી એમ(PM)

views 45

ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રીએ કહ્યું, તમિળનાડુ સરકાર પરિવર્તન માટે તૈયાર છે.

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું, તમિળનાડુ સરકાર પરિવર્તન માટે તૈયાર છે. તેમણે DMK સરકાર પર પ્રહાર કર્યા હતા. મદુરન્થ-કમ-માં એક જાહેર સભાને સંબોધતાં શ્રી મોદીએ કહ્યું, રાષ્ટ્રીય લોકશાહી જોડાણ – NDA સરકારે ગત 11 વર્ષમાં તમિળનાડુના વિકાસ માટે 11 લાખ કરોડ રૂપિ...

જાન્યુઆરી 23, 2026 7:54 પી એમ(PM)

views 49

વિશ્વ આર્થિક મંચમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, ભારત આગામી 18 મહિનામાં પોતાની મોબાઈલ બ્રાન્ડ લૉન્ચ કરશે.

કેન્દ્રીય ઇલેક્ટ્રૉનિક્સ તથા માહિતી અને ટૅક્નોલૉજી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, ભારત આગામી 18 મહિનામાં પોતાની મોબાઈલ બ્રાન્ડ લૉન્ચ કરવાની તૈયારીમાં છે. શ્રી વૈષ્ણવે સ્વિત્ઝર્લેન્ડના દાવોસમાં વિશ્વ આર્થિક મંચ – W.E.F.માં આ માહિતી આપી. તેમણે કહ્યું, ભારતમાં એક મજબૂત ઇલેક્ટ્રૉનિક્સ વ્યવસ્થા છે અને હવ...

જાન્યુઆરી 23, 2026 7:51 પી એમ(PM)

views 79

છત્તીસગઢમાં આજે નવ માઓવાદીએ આત્મસમર્પણ કર્યું.

છત્તીસગઢમાં ધમતરી જિલ્લામાં આજે કુલ નવ માઓવાદીએ આત્મસમર્પણ કર્યું. તેમાંથી સાત માઓવાદી મહિલા છે. તેમની ઉપર કુલ 47 લાખ રૂપિયાનું ઈનામ હતું. માઓવાદીઓએ રાયપુર રૅન્જના પોલીસ મહાનિરીક્ષક અમરેશ મિશ્રા અને ધમતરી જિલ્લાના પોલીસ અધિક્ષક સુરજ સિંહ પરિહાર સમક્ષ સમર્પણ કર્યું હતું. દરમિયાન તેમણે ઘણા હથિયાર પણ સ...

જાન્યુઆરી 23, 2026 7:48 પી એમ(PM)

views 48

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શેરી પીએમ સ્વનિધિ ક્રેડિટ કાર્ડનો શુભારંભ સાથે એક લાખ લાભાર્થીઓને સહાયનું વિતરણ કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શેરી ફેરિયાઓને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ સાથે અમલી પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ યોજના પીએમ સ્વનિધિ ક્રેડિટ કાર્ડનો શુભારંભ કર્યો. શ્રી મોદીએ આજે કેરળના તિરુવનંતપુરમ ખાતેથી એક લાખ લાભાર્થીઓને પીએમ સ્વનિધિ સહાયનું પણ વિતરણ કર્યું. શ્રી મોદીએ કહ્યું, હવે શે...

જાન્યુઆરી 23, 2026 7:46 પી એમ(PM)

views 114

ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની વિવિધ આવાસ યોજનાઓમાં દંડનીય વ્યાજ માફ કરાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ આવાસ યોજનાના લાભાર્થીઓ માટે હિતકારી નિર્ણય લીધો છે. ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની વિવિધ આવાસ યોજનાઓમાં દંડનીય વ્યાજ માફ કરાશે. આ નિર્ણય અનુસાર જે લાભાર્થીઓ મુદ્દલ સંપૂર્ણ ભરવા સંમત છે પરંતુ માસિક બે ટકા દંડનીય વ્યાજ ભરી શકે તેમ નથી તેમને રાહત મળશે. સત્તાવાર યા...

જાન્યુઆરી 23, 2026 7:45 પી એમ(PM)

views 52

EDએ પંચમહાલના ગોધરામાં 11 કરોડ રૂપિયાની સ્થાવર મિલકતો ટાંચમાં લીધી.

પ્રવર્તન નિદેશાલય (ED) ની અમદાવાદ સ્થિત કચેરીએ ખેરના લાકડાની ગેરકાયદે તસ્કરી અને મની લોન્ડરિંગના કેસમાં પંચમહાલ જિલ્લાના ગોધરામાં અંદાજે ૧૧.૩ કરોડ રૂપિયાની ૧૪ સ્થાવર મિલકતો ટાંચમાં લીધી છે. આરોપી આરિફ અલી અમજદ અલી ખાન અને અન્યો વિરુદ્ધ ચાલી રહેલી તપાસના ભાગરૂપે આ કાર્યવાહી હાથ ધરાઇ હતી. સત્તાવાર માહ...

જાન્યુઆરી 23, 2026 7:44 પી એમ(PM)

views 51

SIR હેઠળ આખરી મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે અત્યાર સુધી 6 લાખ 54 હજાર નાગરિકો તરફથી ફોર્મ 6 અને 6-A મળ્યા.

મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા-SIR હેઠળ આખરી મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે અત્યાર સુધી કુલ 6 લાખ 54 હજાર નાગરિકો તરફથી ફોર્મ 6 અને 6-A મળ્યા. જે-તે વિધાનસભા મતવિસ્તારમાંથી નામ કમી કરવા માટે 12 લાખ 59 હજાર 229 ફોર્મ-7 મળ્યા છે. જ્યારે સુધારણા તથા સ્થળાંતરના હેતુ સાથે કુલ 5 લાખ 4 હજાર 835 ફોર્મ 8 પ્રા...

જાન્યુઆરી 23, 2026 7:43 પી એમ(PM)

views 56

રાજ્ય સહિત દેશભરમાં આજે પાવન પર્વ વસંત પંચમીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી.

દેશભરમાં આજે પાવન પર્વ વસંત પંચમીની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશની વિવિધતામાં એકતાને પ્રતિબિંબિત કરતો, આ પર્વ સૌથી રંગીન અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ તહેવારોમાંનો એક છે. તે વસંત ઋતુનું સ્વાગત કરવા અને દેવી સરસ્વતીની પૂજા કરવા માટે ઉજવવામાં આવે છે. ત્યારે અરવલ્લીના શામળાજી ખાતે કેબિનેટ કક્ષાના મંત્રી ...

જાન્યુઆરી 23, 2026 7:42 પી એમ(PM)

views 143

ક્રિકેટમાં, ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે છત્તીસગઢના રાયપુરમાં બીજો T20 મુકાબલો

ક્રિકેટમાં, છત્તીસગઢના રાયપુરમાં આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

જાન્યુઆરી 23, 2026 3:17 પી એમ(PM)

views 57

ગુજરાત આગામી પેઢીના પવન નવીનીકરણ માટે ભારતના સૌથી મજબૂત કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્વિત્ઝરલેન્ડના દાવોસમાં યોજાઇ રહેલા વિશ્વ આર્થિક મંચ દરમિયાન જણાવ્યું, ગુજરાત આગામી પેઢીના પવન નવીનીકરણ માટે ભારતના સૌથી મજબૂત કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. શ્રી સંઘવીએ વેસ્ટાના CEO હેનરિક એન્ડરસન સાથે મુલાકાત કરી. દરમિયાન પવન ટર્બાઇન ઉત્પાદન, ઓફશોર પવન, નવીન જમીન-ઉપયોગ...