જાન્યુઆરી 14, 2026 8:12 પી એમ(PM)

views 34

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, નિવૃત્ત સૈનિકો રાષ્ટ્રીય ચેતનાના જીવંત સ્તંભો અને આવનારી પેઢીઓ માટે પ્રેરણા સ્ત્રોત છે.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે નિવૃત્ત સૈનિકો રાષ્ટ્રીય ચેતનાના જીવંત સ્તંભો, સામૂહિક હિંમતના પ્રતીકો અને આવનારી પેઢીઓ માટે પ્રેરણા સ્ત્રોત છે. આજે નવી દિલ્હીમાં સશસ્ત્ર દળોના નિવૃત્ત સૈનિક દિવસ નિમિત્તે શ્રી સિંહે કહ્યું કે નિવૃત્ત સૈનિકો રાષ્ટ્ર નિર્માણના દરેક મોરચે યોગદાન આપે છે અને શિસ...

જાન્યુઆરી 14, 2026 8:10 પી એમ(PM)

views 25

ભારતે તેના નાગરિકોને સુરક્ષાના કારણોસર ઈરાનની મુસાફરી ટાળવાની કડક સલાહ આપી છે.

ભારતે તેના નાગરિકોને સુરક્ષા કારણોસર ઈરાનની મુસાફરી ટાળવાની કડક સલાહ આપી છે. વિદેશ મંત્રાલયે તેની નવી સૂચનામાં જણાવ્યું છે કે ઈરાનમાં બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારતીય નાગરિકોને ફરી એકવાર ઈરાનની મુસાફરી ન કરવાની કડક સલાહ આપવામાં આવે છે. મંત્રાલયે ભારતીય નાગરિકો અને ઈરાનમાં રહેતા ભારતીય મૂળના...

જાન્યુઆરી 14, 2026 8:09 પી એમ(PM)

views 26

છત્તીસગઢના સુકમા જિલ્લામાં આજે ૨૯ માઓવાદીઓએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું.

છત્તીસગઢના સુકમા જિલ્લામાં આજે ૨૯ માઓવાદીઓએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું. આત્મસમર્પણ કરનારા માઓવાદીઓમાંથી એક પર બે લાખ રૂપિયાનું ઇનામ હતું. આત્મસમર્પણ કરનારા માઓવાદીઓ ગોગુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સક્રિય દર્ભા ડિવિઝનના સભ્યો હોવાનું જાણવા મળે છે. પોલીસ અધિક્ષક કિરણ ચવ્હાણે જણાવ્યું હતું કે તે બધા...

જાન્યુઆરી 14, 2026 7:25 પી એમ(PM)

views 24

રાજ્યભરમાં પવન સારો રહેતાં પતંગરસિકો ઉમંગભેર ઉત્તરાયણ ઉજવી રહ્યાં છે.

રાજ્યભરમાં આજે ઉત્તરાયણની ભવ્ય ઉજવણી થઈ રહી છે. વહેલી સવારથી જ લોકો પતંગ ચગાવવા માટે ધાબા પર પહોંચી ગયા હતા. દરેક ધાબા પરથી “એ લપેટ.... કાઈપો છે” જેવા ઉલ્લાસભર્યા અવાજ સંભળાઈ રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો પણ રાજ્યમાં વિવિધ જગ્યાએ પતંગ મહોત્સવની ઉ...

જાન્યુઆરી 14, 2026 7:32 પી એમ(PM)

views 24

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં હાઉસિંગ બોર્ડના આવાસોનું ભૂમિપૂજન કર્યું અને વિવિધ વિસ્તારમાં પતંગ ચગાવી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યના પ્રવાસના બીજા દિવસે આજે સવારે અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં દર્શન કર્યા. મંદિર પરિસરમાં તેમણે ગૌપૂજન પણ કર્યું હતું. ત્યારબાદ શ્રી શાહે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બૉર્ડની રિડેવલપમેન્ટ યોજના હેઠળ સૂર્યા ઍપાર્ટમેન્ટ વિભાગ-2નું ભૂમિપૂજન કર...

જાન્યુઆરી 14, 2026 7:19 પી એમ(PM)

views 29

સાયબર ક્રાઈમ પોલીસે વડોદરામાં ત્રણ કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરનારા ચાર આરોપીની ધરપકડ કરી.

વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે ત્રણ કરોડ 50 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી કરનારા ચાર આરોપીની ધરપકડ કરી છે. સાયબર ક્રાઈમના SP વિવેક ભેડાએ કહ્યું, આરોપીઓએ શહેરના મોટી વયના એક નાગરિકનો સોશિયલ મીડિયાના માધ્યમથી તેમની સાથે છેતરપિંડી કરી હતી. આરોપીઓ સામે અંદાજે 460 કરોડ રૂપિયાની છેતરપિંડીની 428 જેટલી ફરિયાદ નો...

જાન્યુઆરી 14, 2026 7:17 પી એમ(PM)

views 50

રાજ્યમાં આગામી ચોવીસ કલાક બાદ ઠંડી ઘટવાની આગાહી.

રાજ્યમાં આગામી 24 કલાકમાં તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા નહીંવત્ છે. ત્યારબાદ ઠંડીમાં ઘટાડો થઈ શકે છે. હવામાન વિભાગે જણાવ્યું કે, રાજ્યના અનેક જિલ્લામાં ઠંડીનો પારો ગગડ્યો છે. હાલ પાંચ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું છે. જ્યારે કંડલા વિમાનમથક અને રાજકોટમાં નવ...

જાન્યુઆરી 14, 2026 7:16 પી એમ(PM)

views 34

રાજકોટમાં રમાઈ રહેલી એક દિવસીય શ્રેણીની બીજી મૅચમાં ભારતે ન્યૂઝિલૅન્ડને જીતવા 285 રનનો લક્ષ્યાંક આપ્યો.

ભારત અને ન્યૂઝિલૅન્ડની ટીમ વચ્ચે ત્રણ મૅચની એક દિવસીય શ્રેણીની બીજી મૅચ આજે રાજકોટમાં રમાઈ રહી છે. ખંડેરીના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાતી મૅચમાં ભારતે નિર્ધારિત 50 ઑવરમાં સાત વિકેટ ગુમાવી 284 રન કર્યા છે. ટીમ તરફથી સૌથી વધુ અણનમ 112 રન કે.એલ. રાહુલે બનાવ્યા. જ્યારે સુકાની શુબમન ગિલે 56, રોહિત શર્માએ ...

જાન્યુઆરી 14, 2026 3:47 પી એમ(PM)

views 20

મકરસંક્રાતિ – ઉત્તરાયણ નિમિત્તે આજે દાનનું વિશેષ મહત્વ

મકરસંક્રાતિ – ઉત્તરાયણ નિમિત્તે આજે દાનનું વિશેષ મહત્વ હોય છે. આજના પાવન દિવસે રાજ્યના સુપ્રસિદ્ધ મંદિરોમાં પણ સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. બોટાદમાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં હનુમાન દાદાની મૂર્તિને પતંગ અને દોરીનો શણગાર કરાયો તેમજ વિવિધ પ્રકારની ચીકી અને...

જાન્યુઆરી 14, 2026 3:46 પી એમ(PM)

views 21

ઉત્તરાયણના દિવસે આજે 108 ઇમરજન્સીની ટુકડી વિવિધ જગ્યાએ તહેનાત કરવામાં આવી.

ઉત્તરાયણના દિવસે આજે 108 ઇમરજન્સીની ટુકડી વિવિધ જગ્યાએ તહેનાત કરવામાં આવી છે. બપોરે 12 વાગ્યા સુધીમાં 108ની ટુકડીને એક હજાર 725 જેટલા કટોકટીના કેસ મળ્યા હતા. ગયા વર્ષની સરખામણીએ આ વખતે 269 જેટલા કેસ વધુ નોંધાયા છે. અમદાવાદમાં પણ 34 વર્ષીય એક યુવક પતંગની દોરીથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને સિવિલ હ...