ફેબ્રુવારી 9, 2025 8:47 એ એમ (AM)

views 27

ત્રિપુરા સરકારે શિક્ષણ, આરોગ્ય, કૃષિ અને માહિતી ટેકનોલોજી ક્ષેત્રે 87 ખાનગી રોકાણકારો સાથે રૂ. 3 હજાર 700 કરોડથી વધુના કરારો પર હસ્તાક્ષર કર્યા.

ત્રિપુરા સરકારે ગઈકાલે અગરતલામાં ડેસ્ટિનેશન ત્રિપુરા બિઝનેસ કોન્ક્લેવમાં શિક્ષણ, આરોગ્ય, કૃષિ અને માહિતી ટેકનોલોજી ક્ષેત્રે 87 ખાનગી રોકાણકારો સાથે રૂ. 3 હજાર 700 કરોડથી વધુના કરારો પર હસ્તાક્ષર કર્યા છે. મીડિયા સાથે વાત કરતા, મુખ્યમંત્રી ડૉ. માણિક સાહાએ જણાવ્યું કે, રાજ્ય સરકાર, ભારત અને વિદેશની ખા...

ફેબ્રુવારી 9, 2025 8:46 એ એમ (AM)

views 50

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને ગુણવત્તા અને નવીનતાને પ્રાથમિકતા આપવા વિનંતી કરી.

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને ભારતની તબીબી પ્રગતિ પાછળના પ્રેરક બળ તરીકે પોતાને સ્થાપિત કરવા માટે ગુણવત્તા અને નવીનતાને પ્રાથમિકતા આપવા વિનંતી કરી છે. મુંબઈમાં ભારતીય ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના 63મા વાર્ષિક દિવસના કાર્યક્રમને સંબોધતા શ્રી ગોયલ...

ફેબ્રુવારી 9, 2025 8:44 એ એમ (AM)

views 29

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર બે દિવસીય એક્શન કોન્ફરન્સ આવતીકાલથી પેરિસમાં શરૂ થઈ રહી છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર બે દિવસીય એક્શન કોન્ફરન્સ આવતીકાલથી પેરિસમાં શરૂ થઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે સંયુક્ત રીતે સમિટની અધ્યક્ષતા કરવા માટે પેરિસ જવા રવાના થઈ રહ્યા છે. આ પરિષદમાં વિશ્વભરના નેતાઓ, ઉદ્યોગપતિઓ અને સંશોધકો ભાગ લેશે. આ પ...

ફેબ્રુવારી 9, 2025 8:42 એ એમ (AM)

views 39

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને હરાવીને ભારતીય જનતા પાર્ટી 27 વર્ષ પછી ફરીથી સત્તા રૂઢ – ભાજપે 70 માંથી 48 બેઠકો જીતી.

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ નિર્ણાયક જીત મેળવી છે, આમ આદમી પાર્ટી ને હરાવીને 27 વર્ષ પછી સત્તામાં પાછી આવી છે. 70 સભ્યોની વિધાનસભામાં ભાજપે 48 બેઠકો જીતી છે, જ્યારે આમ આદમી પાર્ટી ને 22 બેઠકો મળી છે. કોંગ્રેસ એક પણ બેઠક મેળવી શકી નથી. ભાજપના અગ્રણી વિજેતાઓમાં પરવેશ સાહિબ સિ...

ફેબ્રુવારી 9, 2025 8:31 એ એમ (AM)

views 46

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ગુજરાતમાં મેડિકલ ટૂરિઝમનો વિકાસ થઈ રહ્યો છે, ત્યારે રાજ્ય સરકાર આ ક્ષેત્રે તમામ સહાય કરવા માટે કટિબદ્ધ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ગુજરાતમાં મેડિકલ ટૂરિઝમનો વિકાસ થઈ રહ્યો છે, ત્યારે રાજ્ય સરકાર આ ક્ષેત્રે તમામ સહાય કરવા માટે કટિબદ્ધ છે. મુખ્યમંત્રીએ ગઈકાલે અમદાવાદની અસારવા સિવિલ હૉસ્પિટલ ખાતે ટ્રાન્સપ્લાન્ટેશન અપડેટ કોન્ફરન્સ-૨૦૨૫નો શુભારંભ કરાવ્યો અને પ્રત્યારોપણ અંગેના અત્યાધુનિક ર...

ફેબ્રુવારી 9, 2025 8:30 એ એમ (AM)

views 25

રાજ્યના પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરાએ જામનગર શહેરના ટાઉનહોલ ખાતે સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષા કલા મહાકુંભનો પ્રારંભ કરાવ્યો હતો.

રાજ્યના પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરાએ જામનગર શહેરના ટાઉનહોલ ખાતે સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષા કલા મહાકુંભનો પ્રારંભ કરાવ્યો હતો.આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પૃથ્વી પર જીવન ટકાવી રાખવા મનુષ્યને હવા, પાણી અને ખોરાકની જેટલી જરૂર છે તેટલી જ જરૂર કળા, સંસ્કૃતિ અને સંગીતની પણ છે. 8 જિલ્લાના સ્પર્ધકો કલ...

ફેબ્રુવારી 9, 2025 8:28 એ એમ (AM)

views 42

UPSCએ સિવિલ સેવા માટે અરજીની તારીખ 18 ફેબ્રુઆરી સુધી લંબાવી છે.

UPSCએ સિવિલ સેવા માટે અરજીની તારીખ 18 ફેબ્રુઆરી સુધી લંબાવી છે. સિવિલ સેવા અને ભારતીય વન સેવા પ્રારંભિક 2025 પરીક્ષા માટે અગાઉ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 11 ફેબ્રુઆરી હતી જે લંબાવીને 18 ફેબ્રુઆરી કરાઈ છે. 19થી 25 ફેબ્રુઆરી સુધી અરજીમાં સુધારા કરી શકાશે.

ફેબ્રુવારી 9, 2025 8:29 એ એમ (AM)

views 42

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે યાત્રાધામ અંબાજી ખાતે 13 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત સંસ્કૃત મહાવિદ્યાલયનું લોકાર્પણ કરશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ યાત્રાધામ અંબાજી ખાતે 13 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત સંસ્કૃત મહાવિદ્યાલયનું લોકાર્પણ કરશે. આ સંસ્કૃત મહાવિદ્યાલય અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સ્વભંડોળમાંથી અદ્યતન સુવિધા સાથે વિદ્યાલય અને છાત્રાલય પણ બનાવવામાં આવ્યું છે.આમાં 150 જેટલા વિદ્યાર્થીઓના શિક્ષણ સાથે આવાસનો સમ...

ફેબ્રુવારી 9, 2025 8:26 એ એમ (AM)

views 42

મહેસાણા જિલ્લાના વડનગરની મુખ્ય સચિવ પંકજ જોષીએ મુલાકાત લીધી હતી.

મહેસાણા જિલ્લાના વડનગરની મુખ્ય સચિવ પંકજ જોષીએ મુલાકાત લીધી હતી. શ્રી જોષીએ હાટકેશ્વર દાદાના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી. ત્યારબાદ વડનગરમાં નિર્માણ પામેલ 'આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સલ મ્યુઝિયમ’ની પણ મુલાકાત લીધી હતી. કીર્તિ તોરણ, તાનારીરી ગાર્ડન અને સ્પોર્ટ્સ સંકુલની પણ મુલાકાત લીધી હતી. આ મુલાકાત ...

ફેબ્રુવારી 9, 2025 8:25 એ એમ (AM)

views 31

ઉત્તરાખંડમાં ચાલી રહેલી રાષ્ટ્રીય રમતોત્સવમાં ટેકવેન્ડો સ્પર્ધામાં ગઈકાલે રાજ્યની જેણા રાજાએ સુવર્ણ અને તેજ પટેલે કાંસ્ય ચંદ્રક જીત્યા છે.

ઉત્તરાખંડમાં ચાલી રહેલી રાષ્ટ્રીય રમતોત્સવમાં ટેકવેન્ડો સ્પર્ધામાં ગઈકાલે રાજ્યની જેણા રાજાએ સુવર્ણ અને તેજ પટેલે કાંસ્ય ચંદ્રક જીત્યા છે. ટેકવેન્ડોમાં મહિલા અંડર 53 કિલો વજન વર્ગમાં રાજ્યની જેણા રાજાએ સુવર્ણ તથા અંડર 80 કિલો વજન વર્ગમાં તેજ પટેલે કાંસ્ય ચંદ્રક જીત્યો છે. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય ...