જાન્યુઆરી 17, 2026 9:44 એ એમ (AM)

views 43

વિધાનસભાનું બજેટ સત્ર 16મી ફેબ્રુઆરીથી શરૂ થશે, 17મીએ નાણામંત્રી ગૃહમાં અંદાજ પત્ર રજૂ કરશે

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 16 ફેબ્રુઆરીથી શરૂ થશે. જ્યારે 17 ફેબ્રુઆરીના રોજ નાણાંમંત્રી કનુ દેસાઈ બજેટ રજૂ કરશે. વિધાનસભાના 8મા સત્રનું આહ્વાન રાજ્યપાલ દ્વારા કરવામાં આવ્યું છે. 23 દિવસ ચાલનારા આ સત્રમાં 26 બેઠકો મળશે. તેમ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું.

જાન્યુઆરી 17, 2026 9:43 એ એમ (AM)

views 33

ગુજરાતનાં મહેસાણામાં મોઢેરા સૂર્યમંદિરના પ્રાંગણમાં આજથી બે દિવસિય ઉત્તરાર્ધ મહોત્સવ-2026નું આયોજન

ગુજરાતનાં મહેસાણામાં વિશ્વ વિખ્યાત ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરના પ્રાંગણમાં આજથી બે દિવસિય ઉત્તરાર્ધ મહોત્સવ-2026નું આયોજન કરવામાં આવ્યું છે. શાસ્ત્રીય નૃત્યોની ગુરુ-શિષ્ય પરંપરાને ઉજાગર કરતા આ દ્વિદિવસીય મહોત્સવમાં વિશ્વ વિખ્યાત શાસ્ત્રીય નૃત્ય કલાકારો પોતાની નૃત્ય પ્રસ્તુતિ કરશે.

જાન્યુઆરી 17, 2026 9:42 એ એમ (AM)

views 61

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝા સંઘર્ષનો અંત લાવવા માટે 20-મુદ્દાની શાંતિ યોજનાને આગળ વધારી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે વેનેઝુએલાની વચગાળાની સરકારે અમેરિકાને 520 મિલિયન ડોલરનું 50 મિલિયન બેરલ તેલ આપવાની ઓફર કરી છે. મીડિયાને સંબોધતા શ્રી ટ્રમ્પે અમેરિકન સૈન્ય દ્વારા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ બાદ વેનેઝુએલાના વચગાળાના નેતાઓ સાથે સ્થાપિત સારા સંબંધોની પ્રશં...

જાન્યુઆરી 17, 2026 9:39 એ એમ (AM)

views 34

ભારત ઈરાનની વર્તમાન પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે – વિદેશ મંત્રાલય

વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, ભારત ઈરાનની વર્તમાન પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે ભારત ઈરાનમાં રહેતા તેના નાગરિકોના હિતમાં શક્ય તેટલા બધા પગલાં લેવા માટે પ્રતિબદ્ધ છે.તેમણે જણાવ્યું કે આશરે 9,000 નાગરિકો, જ...

જાન્યુઆરી 17, 2026 9:36 એ એમ (AM)

views 18

ભારતનું ડીપ-ટેક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વિસ્તરી રહ્યું છે, જે કેન્દ્રિત નીતિ અને ભંડોળ સહાય દ્વારા સંચાલિત – કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ મંત્રી અશ્વિની વૈષ્ણવ

કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, ભારતનું ડીપ-ટેક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વિસ્તરી રહ્યું છે, જે કેન્દ્રિત નીતિ અને ભંડોળ સહાય દ્વારા સંચાલિત છે. શ્રી વૈષ્ણવે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, આજે ભારતના 80 ટકા સ્ટાર્ટઅપ્સ એઆઈ-સંચાલિત છે. તેમણે ઉમેર્યું કે, ઇન્ડિયા સેમિકન્ડક્ટ...

જાન્યુઆરી 17, 2026 9:35 એ એમ (AM)

views 32

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે છઠ્ઠા વાર્ષિક નિઃશસ્ત્રીકરણ અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા ફેલોશિપ કાર્યક્રમમાં ભાગ લેનારા 39 દેશોના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે નવી દિલ્હીમાં આયોજિત છઠ્ઠા વાર્ષિક નિઃશસ્ત્રીકરણ અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા ફેલોશિપ કાર્યક્રમમાં ભાગ લેનારા 39 દેશોના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી.આ ફેલોશિપનું આયોજન સુષ્મા સ્વરાજ ફોરેન સર્વિસ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પોસ્ટમાં, ડૉ. જયશંકરે જણાવ...

જાન્યુઆરી 17, 2026 9:30 એ એમ (AM)

views 24

પોલેન્ડના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી, રાડોસ્લોવ સિકોર્સ્કી, આજથી ત્રણ દિવસની ભારત મુલાકાતે આવશે.

પોલેન્ડના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી, રાડોસ્લોવ સિકોર્સ્કી, આજથી ત્રણ દિવસની ભારત મુલાકાતે આવશે. આવતીકાલે શ્રી સિકોર્સ્કી રાજસ્થાનના જયપુરમાં જયપુર સાહિત્ય મહોત્સવમાં હાજરી આપવાના છે. જ્યારે, તેમની મુલાકાતના અંતિમ દિવસે, તેઓ નવી દિલ્હીમાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરને મળશે.

જાન્યુઆરી 17, 2026 9:28 એ એમ (AM)

views 62

મહિલા પ્રીમિયર લીગમાં, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગુજરાત જાયન્ટ્સને 32 રનથી હરાવ્યું

મહિલા પ્રીમિયર લીગ (WPL) ક્રિકેટમાં, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ નવી મુંબઈમાં ડૉ. ડીવાય પાટીલ સ્પોર્ટ્સ એકેડેમી ખાતે ગુજરાત જાયન્ટ્સને 32 રનથી હરાવ્યું.રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના 183 રનના લક્ષ્યનો પીછો કરતા, ગુજરાત જાયન્ટ્સ 18.5 ઓવરમાં 150 રન બનાવી ઓલ આઉટ થયું. ગુજરાત જાયન્ટ્સ તરફથી ભારતી ફુલમાલીએ સૌથ...

જાન્યુઆરી 17, 2026 9:28 એ એમ (AM)

views 34

ભાજપ અને શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાના ગઠબંધને BMC ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવી

ભારતીય જનતા પાર્ટી અને એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાના ગઠબંધને BMC ચૂંટણીમાં 227 માંથી 118 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી છે. મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચે ગઈકાલે મધ્યરાત્રિ સુધીમાં 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં 2 હજાર 869 બેઠકોમાંથી 2 હજાર 784 બેઠકોના પરિણામો જાહેર કર્યા. ભારતીય જનતા પાર્ટી ...

જાન્યુઆરી 17, 2026 8:59 એ એમ (AM)

views 42

પ્રધાનમંત્રી મોદી આજે હાવડા અને ગુવાહાટી વચ્ચે ભારતની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી આપશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે માલદા ટાઉન રેલ્વે સ્ટેશન પર હાવડા અને ગુવાહાટી (કામખ્યા) વચ્ચે દોડનારી ભારતની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી આપશે. તેઓ ગુવાહાટી - હાવડા વંદે ભારત સ્લીપરને વર્ચ્યુઅલી લીલી ઝંડી પણ આપશે.પશ્ચિમ બંગાળના માલદામાં પ્રધાનમંત્રી 3 હજાર 250 કરોડથી વધુના અનેક રેલ અને ર...