ડિસેમ્બર 29, 2025 3:20 પી એમ(PM)

views 27

રાજ્યના વિવિધ જિલ્લામાં આગામી 31 ડિસેમ્બરની ઉજવણીને લઈ પોલીસ સઘન તપાસ…

રાજ્યના વિવિધ જિલ્લામાં આગામી 31 ડિસેમ્બરની ઉજવણીને લઈ પોલીસ સઘન તપાસ કરી રહી છે. ગાંધીનગરમાં પોલીસ દ્વારા રૅન્જ વિસ્તારમાં પેટ્રોલીંગ એટલે કે, પહેરો અને સઘન તપાસ વધારી છે. ગેરકાયદે પ્રવૃત્તિ કરનારા લોકો પર કેસ કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ ચાર જિલ્લામાં 31 ડિસેમ્બરની ઉજવણીના આયોજન સ્થળની માહિતી લે...

ડિસેમ્બર 29, 2025 3:19 પી એમ(PM)

views 30

કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં 31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાને રાખી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે.

કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં 31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાને રાખી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. નાગવા બીચ હાલમાં લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. વિવિધ હૉટેલ્સમાં પણ પ્રવાસીઓને આકર્ષવા અનેક પ્રકારની તૈયારી કરવામાં આવી છે.

ડિસેમ્બર 29, 2025 3:18 પી એમ(PM)

views 24

કચ્છના ગાંધીધામ ખાતે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમ છાંગાએ એસ. ટી બસમથકનું ખાતમુહૂર્ત અને માતાના મઢ બસ મથકનું ઈ-ખાતમુહૂર્ત કર્યું.

કચ્છના ગાંધીધામ ખાતે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમ છાંગાએ એસ. ટી બસમથકનું ખાતમુહૂર્ત અને માતાના મઢ બસ મથકનું ઈ-ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે તેમણે રાજ્ય સરકાર કચ્છના છેવાડાના માનવી સુધી શ્રેષ્ઠ પરિવહન સેવા પહોંચાડવા કટિબદ્ધ હોવાનું જણાવ્યું. તેમણે કહ્યું, નવા બસમથક મુસાફરો માટે સુવિધાનુ...

ડિસેમ્બર 29, 2025 2:07 પી એમ(PM)

views 16

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઝારખંડના જમશેદપુરમાં સંથાલી ભાષાની ઓલ ચીકી લિપિના શતાબ્દી ઉજવણીના સમાપન સમારોહનું ઉદ્ઘાટન કર્યું

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ઝારખંડના પૂર્વ સિંહભૂમ જિલ્લામાં જમશેદપુરના કરંડીહ વિસ્તારમાં સંથાલી ભાષાની ઓલ ચીકી લિપિના શતાબ્દી ઉજવણીના સમાપન સમારોહનું ઉદ્ઘાટન કર્યું. આ કાર્યક્રમ દરમિયાન, રાષ્ટ્રપતિએ ઓલ ચીકી લિપિના પિતા પંડિત રઘુનાથ મુર્મુને શ્રદ્ધાંજલિ પણ આપી.

ડિસેમ્બર 29, 2025 2:06 પી એમ(PM)

views 25

સર્વોચ્ચ અદાલતે અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યાના પોતાના આદેશ પર સ્ટે મૂક્યો.

સર્વોચ્ચ અદાલતે અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યા પરના પોતાના આદેશ પર સ્ટે આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે નિષ્ણાતોનો પેનલ રિપોર્ટ માંગ્યો છે. આજે પોતાના ચુકાદામાં અદાલતે કહ્યું કે, અગાઉ મંજૂર કરાયેલી વ્યાખ્યાઓ પર સ્પષ્ટતા જરૂરી છે.

ડિસેમ્બર 29, 2025 2:05 પી એમ(PM)

views 22

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન આજે એક દિવસની સત્તાવાર મુલાકાતે પુડુચેરી પહોંચ્યા

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને જણાવ્યું કે પુડુચેરી એક ગૌરવપૂર્ણ શહેર છે જેણે સદીઓથી વિશ્વને ફક્ત દેશની પ્રાચીન સભ્યતા જ નહીં પરંતુ પ્રેમ અને સમાવેશકતાના સ્થાયી મૂલ્યોનો પણ સંદેશ આપ્યો છે. તેઓ ઉપરાષ્ટ્રપતિ તરીકે કેન્દ્રશાસિત પ્રદેશની તેમની પ્રથમ મુલાકાત દરમિયાન પુડુચેરીમાં સંબોધન કરી રહ્યા હતા. ઉપર...

ડિસેમ્બર 29, 2025 2:04 પી એમ(PM)

views 38

ગાઢ ધુમ્મસને કારણે દિલ્હી સહિતના ઉત્તર ભારતના વિસ્તારોમાં ટ્રેન અને હવાઇ સેવા પર અસર.

ઉત્તર ભારતના ઘણા ભાગોમાં ગાઢ ધુમ્મસના કારણે ફ્લાઇટ અને ટ્રેન સંચાલન ખોરવાયું છે. દિલ્હી રેલવે વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી જતી લગભગ 18 ટ્રેનો ત્રણ કલાકથી વધુ મોડી ચાલી રહી છે. હવામાનને કારણે હવાઈ મુસાફરી પર પણ અસર પડી છે. દિલ્હી એરપોર્ટ મુજબ, ધુમ્મસવાળા વાતાવરણને કારણે આજે 64 ફ્લાઇટ્સ રદ કરવામાં આ...

ડિસેમ્બર 29, 2025 2:03 પી એમ(PM)

views 33

મેક્સિકોમાં પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી જતાં 13 લોકોના મોત

મેક્સિકોમાં સેલિના ક્રુઝ-કોઆત્ઝાકો આલ્કોસ રૂટ પર એક પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી જતાં ૧૩ લોકો માર્યા ગયા અને ૯૮ ઘાયલ થયા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટ્રેનમાં લગભગ ૨૫૦ મુસાફરો હતા. મેક્સિકન નૌકાદળે બચાવ કામગીરી માટે ૩૬૦ કર્મચારીઓ, એમ્બ્યુલન્સ, હવાઈ સહાય, વાહનો અને ડ્રોન તૈનાત કર્યા છે અને અકસ્માતના ...

ડિસેમ્બર 29, 2025 2:02 પી એમ(PM)

views 35

17મી જુનિયર રોલ બોલ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ આજથી જમ્મુના મૌલાના આઝાદ સ્ટેડિયમમાં શરૂ થશે

17મી જુનિયર રોલ બોલ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ આજથી જમ્મુના મૌલાના આઝાદ સ્ટેડિયમમાં શરૂ થશે. આ ચેમ્પિયનશિપમાં 26 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના મળી લગભગ 600 ખેલાડી અને અધિકારીઓએ ભાગ લેશે. રાષ્ટ્રીય સ્તરના આ આયોજનનો ઉદેશ્ય યુવાઓમાં રોલ બોલને પ્રોત્સાહન આપવાનો અને પ્રદેશમાં રમતગમત સંસ્કૃતિને મજબૂત બનાવવા...

ડિસેમ્બર 29, 2025 3:22 પી એમ(PM)

views 25

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેડાના દેથલી ગામમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળીની મુલાકાત લીધી.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેડાના દેથલી ગામમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળીની મુલાકાત લીધી. દરમિયાન તેમણે દૂધ ઉત્પાદકો સાથે સંવાદ પણ કર્યો. ગામના દૂધ ઉત્પાદકો “ગામનો નિર્ધાર, સહકારથી સાકાર” અભિયાન હેઠળ પ્રતિદિવસ દૂધમંડળીઓમાં રાખેલા આશીર્વાદપાત્રમાં સ્વેચ્છાએ દૂધનું દાન કરે છે. આ દૂધ આંગણવાડીઓના કુપોષિત બા...