જાન્યુઆરી 4, 2025 3:07 પી એમ(PM)

views 16

દ્વારકા કુરંગા નજીક એક ટ્રાવેલ્સ બસ પલ્ટી જતાં 21 જેટલા મુસાફર ઈજાગ્રસ્ત થયા હતા

દ્વારકા કુરંગા નજીક એક ટ્રાવેલ્સ બસ પલ્ટી જતાં 21 જેટલા મુસાફર ઈજાગ્રસ્ત થયા હતા. આ ઇજાગ્રસ્તમાંથી વધુ ઇજાગ્રસ્ત સાત જેટલા મુસાફરોને સારવાર અર્થે ખંભાળીયા ખસેડવામાં આવ્યા હતા. આ ખાનગી બસમાં 56 લોકો હતા જેઓ અમદાવાદના રખિયાલના સ્થાનિકો હતા જેઓ દ્વારકા દર્શને આવતા હતા ત્યારે અચાનક વળાંક પર ડ્રાઈવર એ સ્...

જાન્યુઆરી 4, 2025 3:05 પી એમ(PM)

views 17

સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા ખેડા જીલ્લાના નાગરિકોને કોર્ટનો ઓર્ડર મેળવીને નાણા પરત કરવામાં આવ્યાં

સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા ખેડા જીલ્લાના નાગરિકોને કોર્ટનો ઓર્ડર મેળવીને નાણા પરત કરવામાં આવ્યાં છે. ખેડા જીલ્લા પોલીસમાં સાયબર ક્રાઇમની નોંધાયેલી ફરિયાદમાંથી 74 જેટલા અરજદારોને પોતાના નાણા પરત કરવાની કાર્યવાહી આરંભાઇ હતી.. તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત લોકદરબાર યોજાયો હતો જેમાં જીલ્લો પોલીસ વ...

જાન્યુઆરી 4, 2025 3:04 પી એમ(PM)

views 28

ગુજરાત સતત છઠ્ઠા વર્ષે લોજિસ્ટિક્સ અને કાર્ગો મુવમેન્ટ માટેની સુગમતાની કાર્યક્ષમતા માટે LEADS રેન્કિંગમાં દેશભરમાં મોખરે રહ્યું છે

ગુજરાત સતત છઠ્ઠા વર્ષે લોજિસ્ટિક્સ અને કાર્ગો મુવમેન્ટ માટેની સુગમતાની કાર્યક્ષમતા માટે LEADS રેન્કિંગમાં દેશભરમાં મોખરે રહ્યું છે. જેમાં ગુજરાતે સતત ત્રણ વર્ષથી “એચીવર્સ” કેટેગરીમાં પણ મોખરાનું સ્થાન મેળવ્યું છે. જે રેન્કિંગની ટોચની કાર્યક્ષમ કેટેગરી છે. નવી દિલ્હી ખાતે કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી શ્રી...

જાન્યુઆરી 4, 2025 3:02 પી એમ(PM)

views 18

ગાંધીનગર ખાતેથી ‘મહાકુંભ-૨૦૨૫ ‘માટે ‘નિ:શુલ્ક વોટર એમ્બ્યુલન્સ’ને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં આજે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું

ગાંધીનગર ખાતેથી 'મહાકુંભ-૨૦૨૫ 'માટે 'નિ:શુલ્ક વોટર એમ્બ્યુલન્સ'ને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં આજે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ વોટર એમ્બ્યુલન્સ દ્વારા કુંભમાં આવતાં શ્રધ્ધાળુઓ માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.

જાન્યુઆરી 4, 2025 2:32 પી એમ(PM)

views 26

હમાસે પુષ્ટિ કરી છે કે, ગાઝા પટ્ટીમાં સંપૂર્ણ યુદ્ધવિરામ હાંસલ કરવાના ઉદ્દેશ સાથે કતારના દોહામાં ઇઝરાયેલ સાથે પરોક્ષ વાતચીત શરૂ થઈ છે

હમાસે પુષ્ટિ કરી છે કે, ગાઝા પટ્ટીમાં સંપૂર્ણ યુદ્ધવિરામ હાંસલ કરવાના ઉદ્દેશ સાથે કતારના દોહામાં ઇઝરાયેલ સાથે પરોક્ષ વાતચીત શરૂ થઈ છે. હમાસે જણાવ્યું કે, તાજેતરની વાટાઘાટોમાં વ્યાપક અને અસ્થાયી યુદ્ધવિરામ અને ગાઝામાંથી ઇઝરાયેલી સૈનિકોને પરત ખેંચવા પર ધ્યાન કેન્દ્રિત કરાશે. વિસ્થાપિત પેલેસ્ટિનિયનોની ...

જાન્યુઆરી 4, 2025 2:30 પી એમ(PM)

views 26

ટેનિસમાં, ભારતના સુમિત નાગલે આજે ઓકલેન્ડમાં ASB ક્લાસિક ટૂર્નામેન્ટના મેન્સ સિંગલ ક્વોલિફાયર્સમાં ન્યૂઝીલેન્ડના એલેક્ઝાન્ડર ક્લિન્ટચારોવને 1-6, 6-3, 6-1થી હરાવી જીત મેળવી

ટેનિસમાં, ભારતના સુમિત નાગલે આજે ઓકલેન્ડમાં ASB ક્લાસિક ટૂર્નામેન્ટના મેન્સ સિંગલ ક્વોલિફાયર્સમાં ન્યૂઝીલેન્ડના એલેક્ઝાન્ડર ક્લિન્ટચારોવને 1-6, 6-3, 6-1થી હરાવી જીત મેળવી હતી. આવતીકાલે અંતિમ ક્વોલિફાઈંગ રાઉન્ડમાં તેનો મુકાબલો ફ્રાન્સના એડ્રિયન મન્નારિનો સામે થશે.

જાન્યુઆરી 4, 2025 2:28 પી એમ(PM)

views 21

સિડનીમાં ઑસ્ટ્રેલિયા સાથે બૉર્ડર ગાવસ્કર ટ્રૉફી શ્રેણીની નિર્ણાયક પાંચમી અને છેલ્લી ક્રિકેટ ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ છે

સિડનીમાં ઑસ્ટ્રેલિયા સાથે બૉર્ડર ગાવસ્કર ટ્રૉફી શ્રેણીની નિર્ણાયક પાંચમી અને છેલ્લી ક્રિકેટ ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ છે. હાલમાં મળતા અહેવાલ મુજબ, ભારતે અત્યાર સુધી 6 વિકેટ ગુમાવી 141 રન બનાવ્યા છે. આ પહેલાં, ઑસ્ટ્રેલિયાની ટીમ પહેલી ઇનિંગમાં 181 રન બનાવી ઑલઆઉટ થઈ હતી. આજે ઑસ્ટ્રેલિયાએ ગઈકાલના સ્કોર ...

જાન્યુઆરી 4, 2025 2:26 પી એમ(PM)

views 18

10મા અને છેલ્લા સિખ ગુરુ ગોવિંદ સિંહજીની 358મી જન્મજયંતી નિમિત્તે પ્રકાશ ઉત્સવની ત્રણ દિવસની ઉજવણીનો આજે સવારે બિહારના પટના ખાતે તખ્ત શ્રી હરિમંદિર સાહિબ ખાતે પ્રારંભ થયો

10મા અને છેલ્લા સિખ ગુરુ ગોવિંદ સિંહજીની 358મી જન્મજયંતી નિમિત્તે પ્રકાશ ઉત્સવની ત્રણ દિવસની ઉજવણીનો આજે સવારે બિહારના પટના ખાતે તખ્ત શ્રી હરિમંદિર સાહિબ ખાતે પ્રારંભ થયો. તખ્ત શ્રી હરિમંદિર સાહિબ ખાલસા પંથના સ્થાપક ગુરુ ગોવિંદ સિંહજીનું જન્મસ્થળ છે. દેશ-વિદેશથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉજવણીમાં ભા...

જાન્યુઆરી 4, 2025 2:24 પી એમ(PM)

views 22

વિશ્વ બ્રેઈલ દિવસની ઉજવણી અંતર્ગત નેશનલ ફેડરેશન ઓફ ધ બ્લાઈન્ડ દ્વારા આજે નવી દિલ્હીમાં એક કાર્યક્રમ યોજાઈ ગયો

વિશ્વ બ્રેઈલ દિવસની ઉજવણી અંતર્ગત નેશનલ ફેડરેશન ઓફ ધ બ્લાઈન્ડ દ્વારા આજે નવી દિલ્હીમાં એક કાર્યક્રમ યોજાઈ ગયો. કાર્યક્રમમાં નેશનલ ફેડરેશન ઓફ ધ બ્લાઈન્ડના જનરલ સેક્રેટરી એસ કે રૂંગટાએ જણાવ્યું હતું કે આજકાલ ટેકનોલોજીના આગમન સાથે લોકો બ્રેઈલનો વિકલ્પ તરીકે ઉપયોગ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે બ્રેઈલન...

જાન્યુઆરી 4, 2025 2:23 પી એમ(PM)

views 19

આજના ચોથી જાન્યુઆરીના દિવસને વિશ્વ બ્રેઈલ દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે

આજના ચોથી જાન્યુઆરીના દિવસને વિશ્વ બ્રેઈલ દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. પ્રજ્ઞાચક્ષુ અને આંશિક દ્રષ્ટિ ધરાવતા લોકો માટે સંદેશા વ્યવહારના સાધન તરીકે બ્રેઈલના મહત્વ અંગે જાગૃતિ લાવવા માટે દર વર્ષે આ દિવસની ઉજવણી કરાય છે. વર્ષ 2018માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ બ્રેઈલ પ્રણાલિના વિચારક લુઈસ બ્રેઈલની જય...