ઓક્ટોબર 14, 2026 9:13 એ એમ (AM)

printer

ભારતના આનંદકુમાર વેલકુમારે વર્લ્ડ સ્કેટ ગેમ્સ 2026માં 500 મીટર સ્પ્રિન્ટમાં કાંસ્ય ચંદ્રક જીત્યો

ભારતના આનંદકુમાર વેલકુમારે પેરાગ્વેના અસુનસિઓનમાં યોજાયેલ વર્લ્ડ સ્કેટ ગેમ્સ 2026 માં 500 મીટર સ્પ્રિન્ટમાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે.

 તમિલનાડુના 23 વર્ષીય સ્પીડ સ્કેટરે 40.856 સેકન્ડમાં રેસ પૂર્ણ કરી હતી. વેલકુમારે 2025 ચેમ્પિયનશિપમાં પણ 500 મીટર અને 1000 મીટર અને મેરેથોનમાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો, જેનાથી તે બે વખત વિશ્વ ચેમ્પિયન બન્યો છે.

આ અગાઉ, કેરળના અનિરુદ્ધન વિનોદે ગેમ્સમાં જુનિયર પુરુષોની 200 મીટર ડ્યુઅલ ટાઇમ ટ્રાયલમાં રજત ચંદ્રક જીત્યો હતો. વિનોદે 17.658 સેકન્ડનો સમયમાં પૂર્ણ કરી હતી.