નવેમ્બર 7, 2026 1:59 પી એમ(PM)

printer

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં દિવાળીની ઉજવણીમાં ભાગ લીધો

વ્હાઇટ હાઉસમાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવ્યો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દીપ પ્રગટાવીને દિવાળીની ઉજવણીમાં ભાગ લીધો. ભારતીય-અમેરિકન સમુદાયના અનેક અગ્રણી વ્યક્તિઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. અમેરિકામાં ભારતીય રાજદૂત વિનય ક્વાત્રા પણ ઓવલ ઓફિસમાં હાજર હતા. ભારતીય ટેકનોલોજી ઉદ્યોગસાહસિક વિશાલ ગોંડલે રાષ્ટ્રપતિ ટ્રમ્પને હનુમાન ચાલીસાની એક નકલ ભેટમાં આપી હતી.

વ્હાઇટ હાઉસમાં દિવાળીની ઉજવણી 2003માં તત્કાલીન રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ. બુશ દ્વારા શરૂ કરવામાં આવી હતી. 2009માં, તત્કાલીન રાષ્ટ્રપતિ બરાક ઓબામા વ્હાઇટ હાઉસના પૂર્વ ખંડમાં દીવો પ્રગટાવનારા પ્રથમ યુએસ રાષ્ટ્રપતિ બન્યા. ત્યારથી, દિવાળી પર વ્હાઇટ હાઉસમાં દીવા પ્રગટાવવાની પરંપરા દર વર્ષેથી ચાલી આવી છે.