ઓગસ્ટ 2, 2026 1:48 પી એમ(PM)

printer

અમેરિકા સ્થિત ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રાએ જણાવ્યું કે, જો પાકિસ્તાન દ્વિપક્ષીય મુદ્દાઓ પર ભારતનો સહયોગ ઇચ્છે છે, તો તેણે તેના આતંકવાદી માળખાને તોડવું પડશે.

અમેરિકા સ્થિત ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રાએ ભારપૂર્વક જણાવ્યું કે, જો પાકિસ્તાન દ્વિપક્ષીય મુદ્દાઓ પર ભારતનો સહયોગ ઇચ્છે છે તો તેણે પહેલા પોતાના દ્વારા પ્રેરિત આતંકવાદી માળખાને તોડી પાડવું પડશે.
પાકિસ્તાને તાજેતરમાં સિંધુ જળ સંધિને સ્થગિત રાખવાના ભારતના નિર્ણયનો વિરોધ કરવા માટે ઇસ્લામાબાદમાં એક પરિષદ બોલાવી હતી. સિંધુ નદી પ્રણાલી પર ઇસ્લામાબાદની માંગણીઓ પૂર્ણ નહીં થાય તો ભારત સામે યુદ્ધની પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ મંત્રીએ આપેલી ધમકીની પોતાના એક લખેલા લેખમાં શ્રી ક્વાત્રાએ ટીકા કરી હતી. રાજદૂત ક્વાત્રાએ જણાવ્યું હતું કે, ભારત સામે યુદ્ધની ધમકી આપીને, તેની આંતરિક સમસ્યાઓથી ધ્યાન ભટકાવવું, ઇસ્લામાબાદ માટે એક આદત બની ગઇ છે.
શ્રી ક્વાત્રાએ કહ્યું કે, પાકિસ્તાને ભારત પર દોષારોપણ કરીને પરિષદો યોજવા અને ધમકીઓ આપવાને બદલે, તેની તળીયે ગયેલી પાણીની ઉત્પાદકતા વધારવી જોઈએ.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.