ઓગસ્ટ 11, 2026 11:40 એ એમ (AM)

printer

અમેરિકા અનેક ઇમિગ્રેશન લાભો માટે ઓનલાઇન અરજીઓ ફરજિયાત બનાવશે

અમેરિકા ટૂંક સમયમાં ગ્રીન કાર્ડ, નાગરિકતા અને આશ્રય સહિત અનેક ઇમિગ્રેશન લાભો માટે ઓનલાઇન અરજીઓ ફરજિયાત બનાવશે, જેનો હેતુ કાર્યક્ષમતામાં સુધારો કરવા અને સંચાલન ખર્ચ ઘટાડવાનો છે. યુએસ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ, USCIS એ ફેડરલ રજિસ્ટરમાં પ્રકાશિત એક નવા નિયમમાં જણાવ્યું છે કે ઓછામાં ઓછા 180 દિવસથી ઇલેક્ટ્રોનિક ફાઇલિંગ માટે ઉપલબ્ધ ફોર્મ્સ ઓનલાઇન સબમિટ કરવા જરૂરી રહેશે.

આ નિયમ અરજદારોને ઓછામાં ઓછા 60 દિવસની સૂચના આપ્યા પછી, ઇમિગ્રેશન ફોર્મ્સ ફક્ત ઓનલાઇન ઉપલબ્ધ કરાવવાની પ્રક્રિયા પણ પણ બનાવશે. આ ફેરફારો ગ્રીન કાર્ડ અરજીઓ અને નવીકરણ, કુટુંબ-આધારિત અરજીઓ, નાગરિકતા અરજીઓ, આશ્રય દાવાઓ, રોજગાર અધિકૃતતા અને કામચલાઉ સુરક્ષિત સ્થિતિ ફાઇલિંગ સહિત ઇમિગ્રેશન લાભોની વિશાળ શ્રેણીને અસર કરી શકે છે.

અરજદારોએ સામાન્ય રીતે USCIS ઓનલાઇન એકાઉન્ટનો ઉપયોગ કરવાની જરૂર પડશે. તેઓ કાં તો ફોર્મ ઓનલાઈન ભરી શકે છે અથવા સહાયક દસ્તાવેજો સાથે પૂર્ણ કરેલ ફોર્મની PDF અપલોડ કરી શકે છે.