અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે આઠ મુખ્ય ટેકનોલોજી અને આઉટસોર્સિંગ કંપનીઓ માટે રોજગાર આધારિત ગ્રીન કાર્ડ પ્રક્રિયા સ્થગિત કરવાની જાહેરાત કરી છે.
આમાં ભારતીય કંપનીઓ ઇન્ફોસિસ, ટીસીએસ, વિપ્રો અને એચસીએલ, તેમજ કોગ્નિઝન્ટ, કેપજેમિની, માઇક્રોસોફ્ટ અને એડોબનો સમાવેશ થાય છે.
અમેરિકના શ્રમ મંત્રી કીથ સોન્ડરલિંગે જણાવ્યું હતું કે આ કંપનીઓ સામે ચાલી રહેલી ફેડરલ તપાસ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. પી ઈ આર એમ નામની આ પ્રક્રિયા, વિદેશી કામદારો માટે ગ્રીન કાર્ડ મેળવવા માંગતા નોકરીદાતાઓ માટે મહત્વપૂર્ણ છે.
ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સે આરોપ લગાવ્યો હતો કે, આ કંપનીઓ આ સિસ્ટમનો ઉપયોગ અમેરિકન કર્મચારીઓને ઓછા વેતન પર વિદેશી કામદારોને નોકરી પર રાખીને બદલી રહી કે, અમેરિકન વહીવટીતંત્રે
હજુ સુધી તપાસના તારણો અથવા કંપનીઓ સામેના કથિત ઉલ્લંઘનોની વિગતવાર વિગતો જાહેર કરી નથી.
આ સસ્પેન્શન PERM અરજીઓ પર લાગુ થશે અને હાલના H-1B વિઝા અથવા ગ્રીન કાર્ડ આપમેળે રદ કરશે નહીં.
દરમિયાન, માઇક્રોસોફ્ટે આ આરોપોને નકારી કાઢ્યા છે. કંપનીએ કહ્યું કે ગયા નાણાકીય વર્ષમાં તેણે દાખલ કરેલી આશરે 6,000 H-1B અરજીઓમાંથી 80 ટકા અરજીઓ હાલના કર્મચારીઓ માટે વિઝા વિસ્તરણ અથવા સ્થિતિ પરિવર્તન માટે હતી.
આમાં નવી ભરતીઓનો સમાવેશ થતો ન હતો. કંપનીએ જણાવ્યું હતું કે બાકીની અરજીઓ એવા લોકો માટે હતી જેઓ પહેલાથી જ યુનાઇટેડ સ્ટેટ્સમાં કાયદેસર રીતે રહેતા હતા.
આ અરજીઓ દ્વારા કરવામાં આવેલી નવી ભરતીઓ યુનાઇટેડ સ્ટેટ્સમાં કંપનીના કુલ કાર્યબળના આશરે એક ટકાનું પ્રતિનિધિત્વ કરે છે.