ઓગસ્ટ 27, 2026 10:25 એ એમ (AM)

printer

અમેરિકાના વહીવટીતંત્રે વિશ્વભરના તમામ ઇમિગ્રન્ટ વિઝા અરજીઓ સ્થગિત કરી

અમેરિકાના વહીવટીતંત્રે વિશ્વભરના તમામ ઇમિગ્રન્ટ વિઝા અરજીઓ સ્થગિત કરી દીધી છે. અમેરિકાના વિદેશ મંત્રાલય દ્વારા અરજદારો પરના નિયંત્રણો કડક કરવા અને લાયક અમેરિકનો માટે અનામત જાહેર લાભોની ઍક્સેસ મર્યાદિત કરવા આ પગલું લેવામાં આવ્યું છે.

અધિકારીઓએ જણાવ્યું છે કે અમેરિકા આવી અરજીઓનું વ્યાપક અને સુસંગત મૂલ્યાંકન કરવા માટે કોન્સ્યુલર અધિકારીઓને તાલીમ આપી રહ્યું છે.

અમેરિકાએ ગેરકાયદેસર ઇમિગ્રેશન પર કડક કાર્યવાહી શરૂ કરી છે અને ગ્રીન કાર્ડ જારી કરવા માટેના નિયમો કડક કર્યા છે ત્યારે આ રોક લગાવવામાં આવી છે. એક દિવસ પહેલા જ, ટ્રમ્પ વહીવટીતંત્રે H-1B વિઝા માટે 1,03,265 અમેરિકી ડૉલરની નવી અરજી ફીનો પ્રસ્તાવ મૂક્યો હતો.

H-1B વિઝા એ નોન-ઇમિગ્રન્ટ વિઝા છે જે યુએસ કંપનીઓને સૈદ્ધાંતિક અથવા તકનીકી કુશળતાની જરૂર હોય તેવા વિશેષ વ્યવસાયોમાં વિદેશી કામદારોને રોજગારી આપવાની મંજૂરી આપે છે. ટેકનોલોજી કંપનીઓ ભારત અને ચીન જેવા દેશોમાંથી દર વર્ષે હજારો કર્મચારીઓને નોકરી પર રાખવા માટે તેના પર આધાર રાખે છે.