ઓગસ્ટ 31, 2026 1:52 પી એમ(PM)

printer

અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેટમાં લારાક ટાપુ પર ઈરાની સૈન્ય સ્થળો પર હુમલો કર્યો.

અમેરિકાએ ગઈકાલે રાત્રે હોર્મુઝ સ્ટ્રેટમાં લારાક ટાપુ પર ઈરાની સૈન્ય સ્થળો પર હુમલો કર્યો.

અમેરિકન દળોએ જણાવ્યું હતું કે, ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના સૈનિકો હોર્મુઝ સ્ટ્રેટમાં રોકેટ મારો કરવાની તૈયારી કરતા જોવા મળ્યા બાદ તેમણે લારાક ટાપુ પર બે ઈરાની લોન્ચર્સને નિશાન બનાવ્યા હતા.

ઈરાની રાજ્ય પ્રસારણકર્તા IRIB એ અહેવાલ આપ્યો છે કે આ હુમલામાં ઘણા ઈરાની કર્મચારીઓ અને નાગરિકો માર્યા ગયા અને ઘાયલ થયા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.