ઓક્ટોબર 19, 2026 7:53 પી એમ(PM)

printer

અમેરિકાના વિદેશ સચિવ માર્કો રુબિયોએ કહ્યું કે ભારત સાથે વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ ગઈ છે

અમેરિકાના વિદેશ સચિવ માર્કો રુબિયોએ જણાવ્યું કે ભારત સાથે વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ ગઈ છે. આજે ઉઝબેકિસ્તાનના સમરકંદમાં પત્રકારો સાથે વાત કરતા, શ્રી રુબિયોએ રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદતા દેશોને કામચલાઉ પ્રતિબંધોમાં રાહત આપવાના અમેરિકાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો.

તેમણે જણાવ્યું કે આનો ઉદ્દેશ્ય વૈશ્વિક ઊર્જા ઉપલબ્ધતા જાળવવાનો અને કિંમતો પર દબાણ ઘટાડવાનો છે.