અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે રશિયા અને યુક્રેન ઊર્જા ક્ષેત્રે યુદ્ધવિરામ પર સંમત થયા છે. જો કે શ્રી ટ્રમ્પે આ અંગે કોઈ વિગતો આપી નથી. તેમણે ગઈકાલે રાત્રે સોશિયલ મીડિયા પોસ્ટમાં યુદ્ધવિરામ તાત્કાલિક અમલમાં આવ્યો હોવાનું જણાવ્યુ હતું.
હજી સુધી રશિયાએ તાત્કાલિક કોઈ ટિપ્પણી કરી નથી. યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોડીમીર ઝેલેન્સકીએ કહ્યું કે, તેમનો દેશ શ્રી ટ્રમ્પની જાહેરાતને દરેક માટે સારા સમાચાર તરીકે આવકારે છે. તેમણે કહ્યું કે યુક્રેન રશિયાના ઊર્જા માળખા પર હુમલો કરવાથી દૂર રહેવા તૈયાર છે.