ઓક્ટોબર 21, 2026 9:22 એ એમ (AM)

printer

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીને રશિયા સાથે યુદ્ધનો અંત લાવવા માટે વાટાઘાટો કરવા ચેતવણી આપી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીને રશિયા સાથે યુદ્ધનો અંત લાવવા માટે વાટાઘાટો કરવા ચેતવણી આપી છે કે વાટાઘાટોની નિષ્ફળ રહશે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે.

વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે યુક્રેનને સંઘર્ષનો અંત લાવવા માટે પહેલ કરવી પડશે. અમેરિકાએ યુક્રેનને બદલામાં કંઈ મેળવ્યા વિના સેંકડો અબજો ડોલર પૂરા પાડ્યા છે.

ટ્રમ્પે, ઝેલેન્સકી ગેરહાજરી સાથે રશિયા અને ચીન સાથે યુદ્ધનો અંત લાવવા અને વૈશ્વિક પરમાણુ નિઃશસ્ત્રીકરણને આગળ ધપાવવા માટે ઉચ્ચ-સ્તરની ત્રિપક્ષીય બેઠક યોજવાની પણ તૈયારી દર્શાવી છે.