ઓક્ટોબર 17, 2026 4:09 પી એમ(PM)

printer

અમેરિકાએ રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદતા દેશો પર લદાયેલા વધારાના ટેરિફ અને નિયંત્રણો માફ કરીને ભારત અને ચીનને રાહત આપી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદતા દેશો પર લાદવામાં આવેલા કેટલાક વધારાના ટેરિફ અને નિયંત્રણો માફ કરીને ભારત અને ચીનને રાહત આપી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું કે, આ નિર્ણય અમેરિકાના રાષ્ટ્રીય હિતમાં લેવામાં આવ્યો છે. આ પગલું કાયદાની ટેરિફ જોગવાઈઓને લાગુ કરવાની અંતિમ તારીખના એક દિવસ પહેલા લેવામાં આવ્યું છે, જેના પર તેમણે 18 સપ્ટેમ્બરના રોજ હસ્તાક્ષર કર્યા હતા.

આ કાયદામાં રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદતા મુખ્ય દેશો પર 100 ટકા સુધીના વધારાના ટેરિફની જોગવાઈ હતી. વધુમાં, રશિયાથી આયાત થતા માલ પર 500 ટકા સુધીના ટેરિફ લાદવાની પણ જોગવાઈ હતી. જોકે શ્રી ટ્રમ્પે હાલમાં કેટલાક ટેરિફ લાદવાની મંજૂરી માફ કરી દીધી છે. રાષ્ટ્રપતિ અથવા વિદેશ સચિવ આગળની કાર્યવાહીનો નિર્ણય ન લે ત્યાં સુધી આ મુક્તિ અમલમાં રહેશે.

આ ઘટનાક્રમ અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોની ભારત મુલાકાત પહેલા આવ્યો છે. તેઓ 20 ઓક્ટોબરે મુંબઈમાં વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર સાથે વાતચીત અને ગુજરાતમાં જામનગર રિફાઇનરી સંકુલની મુલાકાત લે તેવી અપેક્ષા છે.