અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વાસ વ્યક્ત કર્યો કે રશિયા અને યુક્રેન વચ્ચે ટૂંક સમયમાં શાંતિ કરાર થઈ શકે છે. તેને એક મોટો કરાર ગણાવતા તેમણે કહ્યું કે બે દેશો ઉપરાંત યુરોપ પણ તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાત કરતા, તેમણે કહ્યું કે સંભવિત કરાર સુધી પહોંચવા માટે રાજદ્વારી પ્રયાસો ચાલુ છે.
શ્રી ટ્રમ્પે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ખાસ દૂત કિરિલ દિમિત્રીવ સાથેની મુલાકાતની પણ પુષ્ટિ કરી પરંતુ તેમની વાતચીતની વિગતો આપી નહીં. તેમણે કહ્યું કે પ્રસ્તાવિત કરારમાં અન્ય યુરોપીય દેશોનો પણ સમાવેશ થવો જોઈએ.
શ્રી ટ્રમ્પે કહ્યું કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે જાનમાલનું નોંધપાત્ર નુકસાન થઈ રહ્યું છે. એવો અંદાજ છે કે બંને દેશોમાંથી દર મહિને આશરે 25 હજાર લોકો માર્યા જાય છે. તેમણે કહ્યું કે આ યુદ્ધ હવે સમાપ્ત થવું જોઈએ.