અમેરિકાની પ્રતિનિધિ સભાએ રશિયા પર વ્યાપક પ્રતિબંધો લાદવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે, જ્યારે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનને યુક્રેન સામે યુદ્ધ ચાલુ રાખવા વધુ નાણાકીય સંસાધનોની જરૂર છે.
પ્રતિનિધિ સભામાં વિધેયકની તરફેણમાં 262 સેનેટરોએ અને 159 એ વિરુદ્ધમાં મતદાન કર્યું. વિધેયક પસાર થયા બાદ, રાષ્ટ્રપ્રમુખને તેમના હસ્તાક્ષર માટે મોકલવામાં આવ્યું છે.
આ વિધેયક રશિયાની ઊર્જા પુરવઠા પ્રણાલી પર પ્રતિબંધો લાદે છે અને અમેરિકના રાષ્ટ્રપ્રમુખ રશિયન તેલ અને કુદરતી ગેસના ટોચના પાંચ આયાતકારો પર 100 ટકા સુધીના ટેરિફ લાદવાની મંજૂરી આપે છે.