સપ્ટેમ્બર 18, 2026 9:49 એ એમ (AM)

printer

અમેરિકાએ ન્યૂયોર્કમાં યોજાનારી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ઉચ્ચ સ્તરીય બેઠક માટે ઈરાનના રાષ્ટ્રપતિ સહિત અધિકારીઓના વિઝા મંજૂર કર્યા

અમેરિકાએ આવતા અઠવાડિયે ન્યૂયોર્કમાં યોજાનારી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ઉચ્ચ સ્તરીય બેઠકમાં હાજરી આપવા માટે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન અને વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી સહિત વરિષ્ઠ ઈરાની અધિકારીઓને વિઝા આપ્યા છે.

અમેરિકાના વિદેશ વિભાગના જણાવ્યા અનુસાર, ઈરાનના મુખ્ય પ્રતિનિધિમંડળ અને જરૂરી કર્મચારીઓને પણ વિઝા આપવામાં આવ્યા છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે છ મહિનાથી વધુ સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે.

પરમાણુ કાર્યક્રમ અને હોર્મુઝ સામુદ્રધુની અંગે બંને દેશો વચ્ચે વાટાઘાટો પણ આગળ વધી નથી. આ નિર્ણયના એક દિવસ પહેલા, અમેરિકાએ પેલેસ્ટિનિયન રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ અને તેમના પ્રતિનિધિમંડળને વિઝા આપવાનો ઇનકાર કર્યો હતો.