અમેરિકામાં જન્મજાત નાગરિકતાને મર્યાદિત કરવાના ટ્રમ્પ વહીવટીતંત્રના તાજેતરના પ્રયાસ પર ફેડરલ અદાલતે પ્રતિબંધ લાદી દીધો છે. ઇમિગ્રન્ટ અધિકારોના હિમાયતીઓએ દલીલ કરી હતી કે નવો આદેશ બંધારણનું ઉલ્લંઘન કરે છે, ત્યારબાદ ન્યાયાધીશ ડેબોરાહ બોર્ડમેને આ કામચલાઉ રાહત આપી હતી.
અમેરિકાની સર્વોચ્ચ અદાલતે 30 જૂને ચુકાદો આપ્યો હતો. જેમાં જણાવાયું હતું કે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો 2025નો કાર્યકારી આદેશ બંધારણના 14મા સુધારાનું ઉલ્લંઘન કરે છે. બાદમાં રાષ્ટ્રપ્રમુખે 6 ઓગસ્ટે સુધારેલા આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા.