સપ્ટેમ્બર 15, 2026 1:53 પી એમ(PM)

printer

વિદેશી વિદ્યાર્થીઓ અને પત્રકારો માટે અમેરિકામાં રોકાણની અવધિ પર કડક મર્યાદા લાદતા નવા નિયમના અમલ પર સ્થાનિક અદાલતનો પ્રતિબંધ

અમેરિકાના ફેડરલ જજે વિદેશી વિદ્યાર્થીઓ અને પત્રકારો માટે અમેરિકામાં રોકાણની અવધિ પર કડક મર્યાદા લાદવાના ટ્રમ્પ વહીવટીતંત્રના નવા નિયમને અસ્થાયી રૂપે પ્રતિબંધિત કર્યો છે. મેસેચ્યુસેટ્સના એક જિલ્લા ન્યાયાધીશ દ્વારા આપવામાં આવેલા આ ચુકાદાથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને રાહત મળશે. ન્યાયાધીશે અવલોકન કર્યું કે, નીતિના અમલીકરણથી અમેરિકન અર્થતંત્ર અને ઉચ્ચ શિક્ષણ પ્રણાલીને મોટુ નુકસાન થશે.

ટ્રમ્પ વહીવટીતંત્રે આ વર્ષે જુલાઈમાં નિયમને અંતિમ સ્વરૂપ આપ્યું હતું. તેણે વિદેશી વિદ્યાર્થીઓ અને વિનિમય મુલાકાતીઓ માટે વિઝા પર ચાર વર્ષની મર્યાદાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જ્યારે પત્રકારોને મહત્તમ 240 દિવસ માટે રહેવાની પ્રસ્તાવિત પરવાનગી આપવામાં આવી હતી.