કેનેડાએ અમેરિકાના 600 થી વધુ ઉત્પાદનો પર 50 ટકા સુધીનો ટેરિફ લાદતા બંને પડોશી દેશો વચ્ચે વેપાર વિવાદ વધ્યો છે. આ ટેરિફ ગઈકાલે રાતથી સત્તાવાર રીતે અમલમાં આવ્યા છે.
કેનેડાના વ્યવસાયો ફેડરલ સરકારના નવા લાગુ કરાયેલા “ડોલર-થી-ડોલર” ટેરિફ હેઠળ કાર્યરત છે, જે અમેરિકાથી થતી આશરે 28 બિલિયન ડોલરની આયાતને આવરી લે છે. અમેરિકી ઉત્પાદનો પર 15 થી 50 ટકા સુધીના ટેરિફ લાદવામાં આવ્યા છે. જેમાં સ્ટીલ અને એલ્યુમિનિયમ જેવા ઔદ્યોગિક ઉત્પાદનો ઉપરાંત રોજિંદી જરૂરિયાતની વસ્તુઓનો સમાવેશ થાય છે.
દરમિયાન ટ્રમ્પે ફેડરલ એજન્સીઓને જ્યાં સુધી કેનેડા અમેરિકાના વ્યવસાયો અને ખેડૂતોને તેના બજારમાં સમાન પ્રવેશ ન આપે ત્યાં સુધી કેનેડાના ઉત્પાદનોની ખરીદી બંધ કરવા આદેશ આપ્યો છે.
સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી ટ્રમ્પે કેનેડા પર અન્યાયી વેપાર પ્રથાઓનો આરોપ લગાવ્યો હતો.