દક્ષિણ સુદાનમાં સંયુક્ત રાષ્ટ્ર મિશન હેઠળ તૈનાત 200 થી વધુ ભારતીય શાંતિ રક્ષકોને સંયુક્ત રાષ્ટ્ર ચંદ્રકો સન્માનિત કરાયા છે.
સંયુક્ત રાષ્ટ્ર મિશન દ્વારા એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવાયું છે કે જુબામાં છ મહિલાઓ અને સાત સ્ટાફ અધિકારીઓ સહિત 210 ભારતીય શાંતિ રક્ષકોને તેમની ઉત્કૃષ્ટ સેવા બદલ સંયુક્ત રાષ્ટ્ર ચંદ્રકો એનાયત કરવામાં આવ્યા છે.
મિશને તેને ભારતના બ્લુ હેલ્મેટ માટે ગર્વની ક્ષણ ગણાવી છે. મિશને જણાવ્યું હતું કે કટોકટી, તબીબી કટોકટી અને જીવન બચાવ કામગીરી દરમિયાન ભારતીય શાંતિ રક્ષકોની હિંમત અને માનવતાવાદી કરુણા- જીવન
બચાવવા અને શાંતિ સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.
ભારત સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષા કામગીરીમાં ગણવેશધારી કર્મચારીઓનો ફાળો આપનાર બીજો સૌથી દેશ છે. હાલમાં, ભારત વિવિધ દેશોમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષા કામગીરીમાં ભારતના 155 મહિલાઓ સહિત 4,200 થી વધુ લશ્કરી અને પોલીસ કર્મચારીઓ તૈનાત છે