ઓક્ટોબર 29, 2026 7:02 પી એમ(PM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચક્રવાત અર્નબથી અસરગ્રસ્ત રાજ્યોના મુખ્યમંત્રીઓ વાતચીત કરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ચક્રવાત અર્નબને પગલે આંધ્રપ્રદેશ, પુડુચેરી, ઓડિશા અને છત્તીસગઢના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી. શ્રી શાહે તેમને આપત્તિનો સામનો કરતી વખતે લોકોની મુશ્કેલીઓ ઘટાડવા માટે દરેક શક્ય સહાયની ખાતરી આપી હતી.

સોશિયલ મીડિયા પોસ્ટમાં, મંત્રીએ કહ્યું કે NDRF અને SDRF ટીમો સક્રિય છે અને યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી ચાલુ રાખી રહી છે.

શ્રી શાહે ઉમેર્યું હતું કે નુકસાનનું મૂલ્યાંકન કરવા અને જરૂરી વધુ સહાય માટે ટૂંક સમયમાં આ રાજ્યોમાં એક આંતર-મંત્રીમંડળ કેન્દ્રીય ટીમ મોકલવામાં આવશે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર દૃઢ પ્રતિબદ્ધતા સાથે લોકોની સાથે ઉભી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.