નવેમ્બર 5, 2026 8:42 એ એમ (AM)

printer

કેન્દ્રીય મંત્રીમંડળે અગ્નિપથ યોજનાના સુધારેલા માળખાને મંજૂરી આપી

કેન્દ્રીય મંત્રીમંડળે અગ્નિપથ યોજના માટે સુધારેલા માળખાને મંજૂરી આપી છે. આનાથી સંરક્ષણ દળોમાં તમામ ઇચ્છુક અગ્નિવીરોની 100% ભરતીનો માર્ગ મોકળો થશે. ગઈકાલે નવી દિલ્હીમાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક બાદ મીડિયાને માહિતી આપતા, સીડીએસ જનરલ એનએસ રાજા સુબ્રમણીએ જણાવ્યું કે, 75 ટકા અગ્નિવીરોને હવે બે વર્ષનો વધારાનો સમયગાળો આપવામાં આવશે. ઇચ્છુક અગ્નિવીરો સશસ્ત્ર દળોમાં નોંધણી કરાવી શકશે.

કેન્દ્રીય મંત્રીમંડળે પાંચ વર્ષના સમયગાળામાં બે હજાર કરોડ રૂપિયાથી વધુના નાણાકીય ખર્ચ સાથે ‘કૃષિ ખનિજ પ્રક્રિયાને પ્રોત્સાહન આપવા મૂડી સહાય યોજના’ ને મંજૂરી આપી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે લિથિયમ, નિકલ અને કોબાલ્ટ ઇલેક્ટ્રિક વાહનો, બેટરી, ઇલેક્ટ્રોનિક્સ અને સંરક્ષણ માટે આવશ્યક છે. તેમણે કહ્યું આ શુદ્ધ સામગ્રીની આયાત નિર્ભરતા ઘટાડવા મંત્રીમંડળે કેપેક્સ સપોર્ટ યોજનાને મંજૂરી આપી છે.

બીજી એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ  કહ્યું કે મંત્રીમંડળે ભારતની આંકડાકીય પ્રણાલીમાં પરિવર્તન લાવવા માટે વિકસિત ભારત પહેલ ફોર સ્ટેટિસ્ટિકલ ટ્રાન્સફોર્મેશન, એનાલિટિક્સ એન્ડ રિસર્ચ યોજનાને પણ મંજૂરી આપી છે. તેમણે કહ્યું આ યોજના હેઠળ નોંધ લેવાના મુખ્ય પાસાઓ ટેકનોલોજી અને AIનો ઉપયોગ, સૂક્ષ્મ સ્તર પર ધ્યાન કેન્દ્રિત કરવા અને આધુનિક તેમજ સંકલિત આંકડાકીય પ્રણાલીઓનું નિર્માણ છે.