કેન્દ્રીય મંત્રીમંડળે આજે ચાર રેલ્વે પ્રોજેક્ટ્સ અને એક હાઇવે પ્રોજેક્ટ સહિત પાંચ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. નવી દિલ્હીમાં મંત્રીમંડળની બેઠક બાદ મીડિયાને માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે 13 હજાર 410 કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે.
પાંચ બહોત બડે ફેસલે લિયે હૈ. પહલે ચાર પ્રોજેક્ટ્સ હૈ જો કી રેલવે કે હૈ ઓર પાંચવા પ્રોજેક્ટ હાઈવે કા હૈ. પહલે ચાર પ્રોજેક્ટ મેં જો હાવડા સે ચેન્નઈ કી રૂટ હૈ, મેઈન લાઈન હૈ, ઇસ મેઈન લાઈન કે ક્વાડ્રુપલિંગ કે ડિસિશન્સ હૈ ઓર એક હૈ કટક સે પારાદીપ રેલવે લાઈન કા ક્વાડ્રુપલિંગ કા થર્ડ એન્ડ ફોર્થ લાઈન ઓર પાંચવા પ્રોજેક્ટ હૈ મુઝફ્ફરપુર સે સીતામઢી હોતે હુએ સોનવરસાઈ તક. યે ફોર લેન હાઈવે બનાને કા ટોટલ ₹13,041 કરોડ કે પ્રોજેક્ટસ આજ કેબિનેટ ને અપરૂવ કિયે.
શ્રી વૈષ્ણવે માહિતી આપી હતી કે કેન્દ્રીય મંત્રીમંડળે બિહારમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 22 ના મુઝફ્ફરપુર-સીતામઢી-સોનબરસા વિભાગને પ્રમાણભૂત ચાર-લેન હાઇવેમાં અપગ્રેડ કરવાની મંજૂરી આપી છે. તેમણે કહ્યું કે આ 82.57 કિલોમીટર લાંબો પ્રોજેક્ટ 3 હજાર 590 કરોડ રૂપિયાથી વધુના કુલ મૂડી ખર્ચે વિકસાવવામાં આવશે.