કેન્દ્રીય મંત્રીમંડળે આજે 23 હજાર 731 કરોડ રૂપિયાના કુલ ખર્ચ સાથે રાષ્ટ્રીય ચક્રીય જૈવ ઉર્જા યોજના – ગોબરધનને મંજૂરી આપી છે. નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, ગોબરધન યોજના ભારતની સ્વચ્છ ઉર્જા યાત્રામાં એક મહત્વનું સીમીચિહ્ન છે. યોજના અંતર્ગત દેશના વિપુલ પ્રમાણમાં કૃષિ અવશેષ, પશુ ગોબર, શેરડીનો કચરો, નગરપાલિકા જૈવિક કચરો અને અન્ય જૈવ સંશાધનોને સ્વચ્છ ઇંધણ, જૈવિક ખાદ્યમાં ફેરવીને ગ્રામીણ આવક અને રાષ્ટ્રીય આર્થિક મૂલ્યમાં વૃદ્ધિ કરવાનો લક્ષ્યાંક છે.
આર્થિક બાબતોની મંત્રીમંડળની સમિતિએ આસામમાં રાષ્ટ્રીય રાજમાર્ગ 15ની સાથે ગુવાહાટી પાટે બૈહારા ચારિયાલીથી તેજપુર સુધી 135 કિલોમીટરથી વધુ લાંબા ચાર માર્ગીય રાજમાર્ગના નિર્માણને પણ મંજૂરી આપી છે. આ માટે આઠ હજાર 970 કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે.
પરિયોજનામાં તેજપુર બાયપાસ પર એક આકસ્મિક લૅન્ડિંગ સુવિધાની નિર્માણનું પણ આયોજન છે. પરિયોજનામાં 58 કિલોમીટરથી વધુ લંબાઈના પાંચ મુખ્ય બાયપાસનું નિર્માણ પણ સામેલ છે. આ પરિયોજનાથી યાત્રાનો સમય ઘટીને અડધો થશે અને વાહન સંચાલન ખર્ચ ઘટાડશે.