ઓગસ્ટ 8, 2026 10:54 એ એમ (AM)

printer

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં પ્રદર્શનકારીઓના મોતની નિષ્પક્ષ તપાસની માંગને સમર્થન આપ્યું

સંયુક્ત રાષ્ટ્રસંઘના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં પ્રદર્શનકારીઓના મોતની નિષ્પક્ષ તપાસની માંગને સમર્થન આપ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના નાયબ પ્રવક્તા ફરહાન હકે કહ્યું કે જો શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓને નુકસાન થયું હોય, તો જવાબદારોને જવાબદાર ઠેરવવા જોઈએ.અગાઉ રાષ્ટ્ર સંઘના માનવાધિકાર વડા વોલ્કર તુર્કે અશાંતિ દરમિયાન થયેલા તમામ મૃત્યુની તાત્કાલિક, નિષ્પક્ષ અને સંપૂર્ણ તપાસની માંગ કરી હતી, જેમાં પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો બંનેના મૃત્યુનો સમાવેશ થાય છે. પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં કથિત ચૂંટણી અનિયમિતતાઓ અને સ્થાનિક વિધાનસભા ચૂંટણીઓમાં બહારના લોકો માટે બેઠકો અનામત રાખવા સામે વિરોધ પ્રદર્શન ચાલુ છે. હેવાલો અનુસાર, સંયુક્ત આવામી કાર્યવાહી સમિતિના નેતૃત્વમાં તાજેતરના વિરોધ પ્રદર્શનોમાં લગભગ 50 લોકો માર્યા ગયા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.