ઓક્ટોબર 4, 2026 2:43 પી એમ(PM)

printer

યુક્રેને ભારતના પ્રસ્તાવને રશિયા સાથે સંભવિત યુદ્ધવિરામ માટેના સૌથી અસરકારક પ્રસ્તાવ ગણાવ્યો

યુક્રેને રશિયા સાથે સંભવિત યુદ્ધવિરામ માટેના ભારતના પ્રસ્તાવને કિવ દ્વારા મળેલી ચાર ઓફરોમાં સૌથી વ્યાપક અને  અસરકારક ગણાવ્યો છે, જેમાં યુક્રેનિયન વિદેશ મંત્રી એન્ડ્રી સિબિહાએ કહ્યું છે કે, યુક્રેન ઉર્જા માળખાગત સુવિધાઓ અને કાળા સમુદ્રને આવરી લેતા યુદ્ધવિરામ પર વિચાર કરવા તૈયાર છે.

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંઘર્ષના પરસ્પર સ્વીકાર્ય સમાધાન સુધી પહોંચવા માટે રચનાત્મક વિચારો રજૂ કર્યા છે તેના એક દિવસ પછી સિબિહાની ટિપ્પણી આવી છે.

 સિબિહાના જણાવ્યા મુજબ, યુક્રેનને ભારત, તુર્કી, ઇજિપ્ત અને અમેરિકા તરફથી યુદ્ધવિરામ પ્રસ્તાવો મળ્યા છે. તેમણે કહ્યું હતું કે કિવ યુદ્ધવિરામ માટે વિવિધ સ્વરૂપો પર વિચાર કરવા માટે તૈયાર છે, પરંતુ કોઈપણ કરાર યુદ્ધભૂમિ કામગીરીથી આગળ વધવો જોઈએ જેમાં ઊર્જા અને બંદર માળખાગત સુવિધાઓ પર હુમલાઓ તેમજ કાળા સમુદ્રમાં પ્રવૃત્તિનો સમાવેશ થાય છે.

 અગાઉ, ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું હતું કે રશિયા સંઘર્ષના સમાધાનને પ્રોત્સાહન આપવાના ભારતના પ્રયાસોનું સ્વાગત કરશે, તેમણે ઉમેર્યું હતું કે મોસ્કોનું વલણ નવી દિલ્હીના સંવાદ અને રાજદ્વારી પર ભાર સાથે સુસંગત છે.