ઓક્ટોબર 8, 2026 9:21 એ એમ (AM)

printer

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી અંડર 19 યૂથ ટેસ્ટ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને દસ વિકેટે હરાવી શ્રેણી 2-0થી જીતી લીધી

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી અંડર 19 યૂથ ટેસ્ટ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને દસ વિકેટે હરાવ્યું. આ સાથે ભારતે બે મેચની શ્રેણી 2-0થી જીતી લીધી. ગઇકાલે ત્રીજા દિવસે ચાર વિકેટે 86 રનથી આગળ રમતા ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર 151 રનમાં આઉટ થઈ ગઈ, જેથી ભારતને જીતવા માટે માત્ર 11 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. ભારતે વિના વિકેટે આ લક્ષ્યાંક પ્રાપ્ત કરી લીધો હતો.

અગાઉ ભારતે પોતાની એકમાત્ર ઇનિંગ્સમાં 315 રનનો સ્કોર નોંધાવ્યો હતો. અગાઉ રાજકોટમાં રમાયેલી પ્રથમ યૂથ ટેસ્ટમાં ભારતે 48 રનથી જીત મેળવી હતી.