ઓગસ્ટ 21, 2026 2:02 પી એમ(PM)

printer

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા ઈરાન સાથે જોડાયેલા વ્યૂહાત્મક જળમાર્ગોને ટૂંક સમયમાં સંપૂર્ણ નિયંત્રણમાં લેશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા ઈરાન સાથે જોડાયેલા વ્યૂહાત્મક જળમાર્ગોને “આવશ્યક રીતે નિયંત્રિત” કરી રહ્યું છે અને ટૂંક સમયમાં સંપૂર્ણ નિયંત્રણ કરી લેશે, અને પુનરોચ્ચાર કર્યો કે તેહરાનને ક્યારેય પરમાણુ શસ્ત્રો પ્રાપ્ત કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

એક ખાનગી રેડિયો ચેનલ સાથેના ઈન્ટરવ્યુમાં બોલતા ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ અમેરિકી સૈન્ય કાર્યવાહીનો બચાવ કર્યો હતો અને સ્વીકાર્યું હતું કે, સંઘર્ષના પરિણામે અમેરિકનોને પેટ્રોલ અને ઊર્જાના વધુ ખર્ચનો સામનો કરવો પડી શકે છે.

યુએસ પ્રમુખે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ઈરાનને ક્યારેય પરમાણુ હથિયાર વિકસાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં અને દાવો કર્યો કે ઈરાનની લશ્કરી તાકત નાશ પામી છે અને ઉમેર્યુ મિસાઈલ અને ડ્રોન બનાવવાની ક્ષમતા તેણે ગુમાવી દીધી છે. ઇરાન આર્થિક રીતે પણ પાયમાલ થયુ હોવાનો તેમણે ઉલ્લેખ કર્યો હતો.