ઓગસ્ટ 8, 2026 11:17 એ એમ (AM)

printer

50 હજાર જેટલા શિક્ષકો આજે ટેટ- એચની પરીક્ષા આપશે

રાજ્યના 5 જિલ્લામાં 50 હજારથી વધુ ઉમેદવાર માટે આજે ટાટ-એચ પરીક્ષા યોજાશે. સવારે સાડા દસથી બપોરે 1 વાગ્યા સુધી પેપર નંબર 1 ની પરીક્ષા યોજાશે. બપોરના સત્રમા 3 વાગ્યાથી 6 વાગ્યા સુધી પેપર નંબર 2 ની પરીક્ષા યોજાશે. અમદાવાદ શહેર, ગ્રામ્ય, રાજકોટ, સુરત, વડોદરા સહિતના જિલ્લાના 279 પરીક્ષા કેન્દ્રોમા આ પરીક્ષાનુ આયોજન કરાયુ છે. વર્ષ 2023માં ટાટ-એચ 47 હજાર વિદ્યાર્થીઓએ આપી હતી. સપ્ટેમ્બરના અંતમા પરિણામ જાહેર થશે. તે પછી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમા શિક્ષકોની ભરતી થશે.