તામિલનાડુ, પુડુચેરી અને પશ્ચિમ બંગાળમાં પાંચ વિધાનસભા બેઠકો અને
આસામની એક લોકસભા બેઠક માટે આજે પેટાચૂંટણી યોજાશે.
જે પાંચ વિધાનસભા બેઠકો પર મતદાન થવાનું છે તેમાં તામિલનાડુમાં
મદુરંતકમ અને ધારાપુરમ, પુડુચેરીમાં થટ્ટનચાવાડી અને પશ્ચિમ બંગાળમાં રેજીનગર અને નંદીગ્રામનો સમાવેશ થાય છે.
આસામની નાગાંવ લોકસભા બેઠક પર મતદાન થવાનું છે. શુક્રવારે મતગણતરી થશે.