જાન્યુઆરી 20, 2025 9:36 એ એમ (AM)

views 64

પ્રથમ ખો ખો વર્લ્ડ કપની જીતમાં ગુજરાતની ઓપિનાર ભીલારની મહત્વની ભૂમિકા

દિલ્હીમાં રમાયેલા પ્રથમ ખો ખો વિશ્વકપમાં ભારતીય મહિલા ટીમે નેપાળને 78-40નાં નોંધપાત્ર સ્કોર સાથે પરાજય આપીને પ્રથમ વર્લ્ડ કપની વિજેતા બની હતી. ભારતીય ટીમના વિજયમાં મૂળ ડાંગનાં અને તાપીમાં DLSS તેમજ આર્ટ્સ એન્ડ કૉમર્સ મહાવિદ્યાલયમાં અભ્યાસ કરતાં ઓપિનાર ભીલારે મહત્વની ભૂમિકા ભજવી હતી.

જાન્યુઆરી 20, 2025 8:29 એ એમ (AM)

views 58

કેન્દ્રીય મંત્રી નડ્ડાએ ગઈકાલે સિપેટ ખાતે અંશશોધન પ્રયોગશાળાનું ઉદ્ઘાટન કર્યું

કેન્દ્રીય મંત્રી જે. પી. નડ્ડાએ ગઈકાલે અમદાવાદમાં કેન્દ્રીય પેટ્રૉકેમિકલ્સ એન્જિનિયરિંગ અને ટેક્નોલૉજી સંસ્થાન- સિપેટ ખાતે અંશશોધન પ્રયોગશાળાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ સિપેટને ખેતી અને આરોગ્ય ક્ષેત્રમાં એડવાન્સ સંશોધન કરવાની સલાહ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્ટાર્ટ-અપ ઇન્ડિયા, સ્ટૅન્ડ-અપ ઇન્ડિયા કે નવાચારને આગળ વધારવાની યોજનાથી સિપેટને નવી ઊર્જા મળી છે.

જાન્યુઆરી 16, 2025 8:41 એ એમ (AM)

views 60

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદીય ક્ષેત્રમાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં જળવ્યવસ્થાપનનાં પરિણામે ઉત્તરગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં ગામેગામ સિંચાઈ અને પીવાનું શુધ્ધ પાણી પૂરતા પ્રમાણમાં પહોંચ્યું છે. ગઇકાલે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે તેમના સંસદીય વિસ્તાર ગાંધીનગરનાં માણસામાં અંદાજે 241 કરોડ રૂપિયાનાં વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમૂહુર્ત કર્યું હતું.તેમણે અંબોડ ખાતે 234 કરોડ રૂપિયાનાં ખર્ચે સાબરમતી નદી પર નિર્માણ થનારા બેરેજનું ભૂમિપૂજન કર્યું હતું. કેન્દ્રીય મંત્રી અમિત શા...

જાન્યુઆરી 16, 2025 8:30 એ એમ (AM)

views 66

અમિત શાહ વડનગરમાં આજે કરોડો રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે

ગુજરાતની ચાર દિવસના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે મહેસાણા જિલ્લાના વડનગર શહેરની મુલાકાત કરશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ આ મુલાકાતમાં કરોડો રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ મ્યૂઝિકલ મ્યુઝિયમનાં કાર્યોની સમીક્ષા બેઠકમાં ભાગ લેશે, તેમજ તેમના હસ્તે નવનિર્મિત પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલયનું લોકાર્પણ કરવામાં આવશે. તેમની આ વડનગરની મુલાકાત દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.

જાન્યુઆરી 15, 2025 6:08 પી એમ(PM)

views 54

આવતીકાલે રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ, DPIIT દ્વારા દોઢ લાખથી વધુ સ્ટાર્ટઅપને માન્યતા અપાઈ

આવતીકાલે રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ ઉજવવામાં આવશે. દેશમાં છેવાડાનાં લોકો સુધી ઉદ્યોગ સાહસીકો સ્ટાર્ટઅપ થકી આત્મનિર્ભર બને અને મોટા પ્રમાણમાં રોજગારીનું સર્જન થાય તે હેતુથી દર વર્ષે 16 જાન્યુઆરીએ રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ ઉજવવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2016માં સ્ટાર્ટઅપ ઈન્ડિયાની પહેલ કરી હતી. જે આજે 2025 સુધીમાં ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ-DPIIT દ્વારા દોઢ લાખથી વધારે સ્ટાર્ટઅપને માન્યતા આપવામાં આવી છે. જેમાં ગુજરાતમાં બાર હજારથી વધુ સ્ટાર્ટઅપ્સ નોંધાયા છ...

જાન્યુઆરી 15, 2025 3:31 પી એમ(PM)

views 43

ઉત્તરાયણનાં દિવસે સમગ્ર રાજ્યમાં વાહન અકસ્માતના 1,020 કેસ સહિત 4,948 જેટલા કેસ નોંધાયા

ઉત્તરાયણનાં દિવસે ગઈકાલે રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત મહાનગર સહિત સમગ્ર રાજ્યમાં 4,948 જેટલા કેસ ઓપરેટ કરવામાં આવ્યા હતાં. જેમાં સૌથી વધુ ટ્રોમાનાં 1,136 અને વાહન અકસ્માતના 1,020 કેસ હતા. રાજકોટ જિલ્લામાં 108 ઇમરજન્સી સર્વિસમાં 296 જેટલા ઇમર્જન્સી કેસ નોંધાયા હતા, જે સામાન્ય દિવસોની સરખામણીમાં 37 ટકા જેટલા વધુ છે તેમ પ્રોગ્રામ મેનેજર ચેતન ગાધેએ જણાવ્યું છે. આ કેસોમાં અકસ્માતમાં છત પરથી પડી જવાના, મારામારીમાં ઈજાગ્રસ્ત થવાના, દોરાથી ઘાયલ થવાના અને વાહન અકસ્માતના બનાવો સામેલ છે. જેમાં રાજકોટમાં 1...

જાન્યુઆરી 15, 2025 2:54 પી એમ(PM)

views 50

કરૂણા અભિયાન: મહીસાગરમાં 13 પક્ષીઓને સારવાર આપવામાં આવી

ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગના દોરાથી ઘાયલ થનાર પક્ષીઓ માટે રાજ્યમાં ખાસ કરૂણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં વન વિભાગ, પશુપાલન વિભાગ અને જીવદયા પ્રેમી સંસ્થાઓ દ્વારા પક્ષીઓની સારવાર માટેની કામગીરી કરવામાં આવે છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે દોરાથી ઘાયલ ટિટોડી પક્ષીની પશુ ચિકિત્સક દ્વારા સારવાર કરવામાં આવી હતી. મહીસાગર જિલ્લામાં અત્યાર સુધી 13 પક્ષીઓને સારવાર આપવામાં આવી છે. દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લામાં 10મીથી 14મી જાન્યુઆરી સુધીમાં 137 પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી જેમાંથી 1...

જાન્યુઆરી 13, 2025 9:21 એ એમ (AM)

views 59

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજથી ચાર દિવસની ગુજરાતની મુલાકાતે

કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહ ઉત્તરાયણ પર્વ પ્રસંગે આજથી 16 જાન્યુઆરી સુધી ગુજરાતની મુલાકાતે આવશે. ચાર દિવસીય મુલાકાતમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અનેક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે અને ઉત્તરાયણની ઉજવણીમાં જોડાશે. ભાજપ કાર્યાલય દ્વારા મળેલી માહિતી મુજબ અમિત શાહ આજે સાંજે અમદાવાદ આવશે. તેઓ 14મી જાન્યુઆરીએ થલતેજ, ન્યૂ રાણિપ અને સાબરમતીમાં કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણની ઉજવણી કરશે. ત્યારબાદ ઘાટલોડિયામાં નવા પોલીસ મથક અને આવાસ યોજનાનાં મકાનોનું લોકાર્પણ કરશે. 15મી જાન્યુઆરીએ કલોલ, માણસામાં સ...

જાન્યુઆરી 11, 2025 9:04 એ એમ (AM)

views 48

કરુણા અભિયાન અંતર્ગત પશુ-પંખીઓ માટેની એમ્બ્યુલન્સની સંખ્યા 37 થી વધારી 87 કરાઇ

કરુણા અભિયાન અંતર્ગત પ્રાણી અને પંખીઓને ઝડપથી મદદ પહોંચે તે માટે રાજ્યભરમાં ૧૯૬૨ એમ્બ્યુલન્સની સંખ્યા ૧૪ અને ૧૫ જાન્યુઆરી દરમિયાન ૩૭થી વધારીને ૮૭ કરવામાં આવી છે.   રાજ્યમાં છેલ્લાં કેટલાંક વર્ષોની ઘટનાનાં વિશ્લેષણના આધારે, ૧૪ જાન્યુઆરીના રોજ અંદાજે ૧,૪૭૬  ઇમર્જન્સી કેસ નોંધાવાની શક્યતા છે, જે સામાન્ય દિવસોમાં નોંધાતા ૮૪૨ કેસોની સરખામણાએ ૭૨.૨૮% નો વધારો દર્શાવે છે. તે જ રીતે, ૧૫ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ ૧,૪૯૫ ઇમર્જન્સી કેસ થવાની શક્યતા છે, જે ૭૭.૫૩% નો વધારો દર્શાવે છે. રાજકોટ જિલ્લામાં સામાન્ય દિવસો...

જાન્યુઆરી 10, 2025 8:28 એ એમ (AM)

views 54

અમદાવાદ શહેરના 30 ઓવરબ્રિજ પર તાર લગાવાશે : દેવાંગ દાણી

ઉતરાયણના તહેવારને ધ્યાનમાં રાખી અમદાવાદમાં આવેલા 30 ઓવરબ્રિજ પર તાર લગાવવામાં આવશે. પતંગની દોરીના કારણે ટુ વ્હીલર ચાલકોને અકસ્માત થવાની સંભાવના રહેતી હોય છે. બ્રિજ પરથી પસાર થતા દ્વિચક્રી વાહનચાલકો કે ચાલતા જતા લોકોને ગળાના ભાગે દોરી આવવાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. અમદાવાદ મહાપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, શહેરના 23 જેટલા ઓવરબ્રિજ પર તાર લગાવી દેવામાં આવ્યા છે અને બાકીના 7 બ્રિજ પર તાર લગાવવાની કામગીરી ચાલી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું ...