ફેબ્રુવારી 15, 2025 8:40 એ એમ (AM)

views 107

પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરનાર દરેક યુવાનને મદદ કરવા સરકાર હંમેશાં તત્પર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરનાર દરેક યુવાનને મદદ કરવા રાજ્ય સરકાર હંમેશાં તત્પર છે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ દ્વારા અમદાવાદમાં ગુજરાત સ્ટાર્ટ-અપ્સ ફ્યુઅલિંગ ઇનોવેશન ઍન્ડ ઈકોનોમિક ગ્રોથ વિષય પર આયોજિત કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, સ્ટાર્ટ અપને લઈને કોઈપણ વિચાર આવે અને એ વિચારને જમીન પર ઉતારવાનો થાય તેમાં રાજ્ય સરકાર મદદરૂપ બની છે. છેલ્લાં કેટલાંય વર્ષોથી સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં ગુજરાત અગ્રેસરની ભૂમિકામાં રહ્યું છે....

ફેબ્રુવારી 10, 2025 8:33 એ એમ (AM)

views 75

પાટણના વડાવલીમાં તળાવમાં ડૂબી જતાં ચાર બાળકો સહિત પાંચનાં મોત

પાટણના ચાણસ્મા તાલુકાના વડાવલી ગામે તળાવમાં ડુબી જવાથી ચાર બાળકો સહિત પાંચ વ્યક્તિના મોત નિપજ્યાં છે. ગઈકાલે ગામના તળાવમાં એક વ્યક્તિનો પગ લપસી જતાં તેને  બચાવવા જતાં અન્ય ચાર વ્યક્તિ પણ ડૂબી ગયા હતા. ડૂબી ગયેલા પાંચ વ્યક્તિને ગામજનોએ બહાર કાઢી સારવાર માટે ચાણસ્મા મોકલી આપ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. અમારા જિલ્લા પ્રતિનિધી જણાવે છે કે, તળાવમાં ડૂબી જવાના કારણે જે મૃત્યુ પામ્યા છે તેમાં એક પરિવારના બે બાળકો અને તેની માતા સહિત ત્રણ વ્યક્તિ તેમજ અન્ય બે બાળકોનો સમાવેશ થાય છે.

ફેબ્રુવારી 10, 2025 8:25 એ એમ (AM)

views 72

પરીક્ષા પે ચર્ચા અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ક્રિસ્ટલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અન્વયે અમદાવાદના વસ્ત્રાલની ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે સંવાદ ગોષ્ઠિ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બોર્ડની પરીક્ષાઓ આપનારા વિદ્યાર્થીઓ પરીક્ષાનો ડર રાખ્યા વગર તનાવ મુક્ત  પરીક્ષા આપી શકે તેની પ્રેરણા આપવા દેશભરમાં પરીક્ષા પે ચર્ચાની પહેલ કરેલી છે. આ પરીક્ષા પે ચર્ચાની આઠમી શ્રેણી આજે યોજાશે. આ કાર્યક્રમમાં ગુજરાતની 40 હજારથી વધુ શાળાઓમાં પરીક્ષા પેર ચર્ચા કાર્યક્રમનું વિવિધ માધ્યમો દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવશે...

ફેબ્રુવારી 6, 2025 11:04 એ એમ (AM)

views 70

અંબાજી ખાતે 9 થી 11 ફેબ્રુઆરી શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાશે

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે 9થી 11 ફેબ્રુઆરી સુધી યોજાનારા શક્તિપીઠ પરિક્રમા મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ મહોત્સવથી યાત્રાધામ વિકાસ અંતર્ગત શ્રદ્ધાળુઓને એક જ સ્થળે તમામ 51 શક્તિપીઠના દર્શન કરવાનો લાભ મળશે. આ દરમિયાન જિલ્લાકક્ષાની 20 સમિતિ, 750થી વધુ પોલીસ અને ગૃહરક્ષક દળના જવાન સહિત સ્વચ્છતા માટે 450 સફાઈ કર્મચારીઓ ખડેપગે રહેશે. બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલે ગઈકાલે પત્રકાર પરિષદ યોજી આ માહિતી આપી હતી.

ફેબ્રુવારી 6, 2025 8:13 એ એમ (AM)

views 75

અમેરિકાથી પરત મોકલાયેલા 33 ગુજરાતીઓ આજે અમદાવાદ પહોંચશે

અમેરિકામાં ગેરકાયદે રહેતા 104 જેટલા ભારતીયોને ગઈકાલે અમેરિકન વિમાનમાં પંજાબના અમૃતસર ખાતે લવાયા હતા. અમારા અમદાવાદના પ્રતિનિધિ જણાવે છે કે, અમેરિકાથી પરત મોકલાયેલા આ ભારતીયોમાં રાજ્યના 33 લોકો સામેલ છે. આમાં પણ સૌથી વધુ લોકો ઉત્તર ગુજરાતના અને એક વ્યક્તિ અમદાવાદના થલતેજ વિસ્તારના રહેવાસી હોવાનું જણાયું છે. આ તમામ લોકોને આજે સવારે અમદાવાદ લવાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યા બાદ અમેરિકામાં ગેરકાયદે વસતા વિવિધ દેશનાં લોકોને પરત મોકલવા કાર્યવાહી હાથ ધ...

ફેબ્રુવારી 3, 2025 8:32 એ એમ (AM)

views 57

કેન્દ્રીય અંદાજપત્રથી સરકારની નહીં પણ લોકોની કમાણીમાં વધારો થયો : સી. આર. પાટિલ

કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે જણાવ્યું કે, “આ વખતનું પહેલું કેન્દ્રીય અંદાજપત્ર એવું છે, જેમાં સરકારની નહીં પણ લોકોની કમાણીમાં વધારો થયો છે.” સુરતમાં ગઈકાલે પત્રકાર પરિષદ સંબોધતા તેમણે કહ્યું, “આ અંદાજપત્રથી ખેડૂતો અને સુક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમ- MSMEને લાભ થશે. ગત 10 વર્ષમાં દેશમાં આત્મનિર્ભરતા વધી હોવાનું પણ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલે જણાવ્યું હતું.

ફેબ્રુવારી 1, 2025 9:34 એ એમ (AM)

views 160

આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફોર્મ ભરવાનો અંતિમ દિવસ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. રાજ્યની 66 નગરપાલિકા જુનાગઢ મહાનગરપાલિકા અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષના ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવશે. તમામ રાજકીય પક્ષોએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે. ભાજપ દ્વારા ઉમેદવારોની નામોની જાહેરાત કરી દેવામાં આવી છે જ્યારે કોંગ્રેસ દ્વારા કોરા મેન્ડેડ આપી દેવામાં આવ્યા છે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ પહેલી ફેબ્રુઆરી છે. જ્યારે ઉમેદવારી પત્ર ચક...

જાન્યુઆરી 22, 2025 9:59 એ એમ (AM)

views 47

સરકાર આજે ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ યોજનાની 10મી વર્ષગાંઠ ઉજવી રહી છે.

સરકાર આજે ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ યોજનાની 10મી વર્ષગાંઠ ઉજવી રહી છે. દીકરીઓનાં રક્ષણ, શિક્ષણ અને સશક્તિકરણ માટે એક દાયકાનાં સતત પ્રયાસોની સફળતા પ્રસંગે આજે નવી દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં સશસ્ત્ર દળો, અર્ધ લશ્કરી દળો, દિલ્હી પોલિસ, વિદ્યાર્થિનીઓ અને આંગણવાડી કાર્યકરો ભાગ લેશે. 10મી વર્ષગાંઠની ઉજવણી 8 માર્ચનાં રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સુધી ચાલશે. રાજ્ય અને જિલ્લા સ્તરે પણ આ પ્રકારનાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

જાન્યુઆરી 21, 2025 9:16 એ એમ (AM)

views 58

રાજ્ય સરકારે એક જ દિવસમાં વિવિધ વિકાસ કાર્યો માટે રૂ.605.48 કરોડ ફાળવ્યા

રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે એક જ દિવસમાં વિવિધ વિકાસકાર્યો માટે 605 કરોડ 48 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. સત્તાવાર યાદી મુજબ, નગરપાલિકાઓમાં નવીન બગીચા-ગાર્ડન બનાવવા 40 કરોડ રૂપિયા, 13 નગરોમાં ગ્રંથાલય નિર્માણ માટે 39 કરોડ રૂપિયા, 22 નગરપાલિકાઓના હયાત ગ્રંથાલયોને અદ્યતન બનાવવા રૂપિયા 33 કરોડ, સ્ટૉર્મ વૉટર ડ્રેનેજ, આઉટગ્રૉથ વિસ્તાર વિકાસ, શહેરી સડક યોજના, ખાનગી સોસાયટી જન ભાગીદારી યોજના અને રેલવે ઓવરબ્રિજ માટે 493 કરોડ 48 લાખ રૂપિયા ફાળવાયા છે. આ ઉપરાંત વડોદરા મહાનગરપાલિકામાં શહેરની આગવી ઓળખના વિકા...

જાન્યુઆરી 21, 2025 8:52 એ એમ (AM)

views 69

રાજ્યભરમાં 25 જાન્યુ. સુધી શાળા સલામતી સપ્તાહ યોજાશે

રાજ્યભરમાં 25 જાન્યુઆરી સુધી “શાળા સલામતી સપ્તાહ-2025” યોજાશે. GSDMA એટલે કે, ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાનારા આ સપ્તાહ અંતર્ગત ત્રણ હજાર જેટલી શાળાઓમાં ભૂકંપ, આગ અકસ્માત, પૂર, શૉર્ટ સર્કિટ જેવા વિષય ઉપર રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ- NDRF, રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ- SDRF, અગ્નિશમન દળના સહયોગથી મોકડ્રીલનું પણ આયોજન કરાશે. દરમિયાન ઈન્ડિયન રેડક્રોસ, 108 ઇમરજન્સી એમ્બુલૅન્સના સહયોગથી આરોગ્ય વિષયક તાલીમ અને નિદર્શન કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ...