ઓક્ટોબર 3, 2024 9:03 એ એમ (AM)

views 38

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદના GMDC મેદાન ખાતે વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ 2024નું ઉદ્ઘાટન કરશે.

માં અંબાની ભક્તિ, શક્તિના પર્વ શારદીય નવરાત્રીનો આજથી હર્ષોલ્લાસ સાથે પ્રારંભ થઇ રહ્યો છે. ભક્તો માતાનાં ગરબાને રંગાવીને ઘરે સ્થાપન કરશે. તો કેટલાક લોકો ઉપવાસ, અનુષ્ઠાન, વ્રત અને તેલા કરીને માતાજીને રીઝવશે. નવ યુવાનો નવે નવ દિવસ શણગાર સજીને ગરબે ઘૂમશે... અને હિલોળે ચડશે. સમગ્ર રાજ્યમાં નવરાત્રીના ગરબા માટે વિવિધ આયોજનો થયાં છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદના GMDC મેદાન ખાતે વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ 2024નું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ...

ઓક્ટોબર 3, 2024 9:00 એ એમ (AM)

views 67

આજથી ર્માં આદ્યશક્તિના આરાધના પર્વ શારદીય નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે.

આજથી ર્માં આદ્યશક્તિના આરાધના પર્વ શારદીય નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે. આસો સુદ એકમથી નોમ સુધી નોરતાનાં નવ દિવસ દરમિયાન નવર્દુગાના નવ સ્વરૂપોની પૂજા, અર્ચન, જપ-તપ અને વ્રત કરી માની આરાધના કરવામાં આવે છે. વર્ષ દરમિયાન ચાર નવરાત્રિઓ પૈકી ચૈત્ર માસ અને આસો માસની નવરાત્રી વિશેષ પ્રચલિત છે. આજે નવરાત્રીના પ્રથમ દિવસે મા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. હિમાલય પુત્રી કુમારી શૈલજા સ્વરૂપા માનુ વાહન વૃષભ છે. જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળ ધારિણી મા શૈલપુત્રીની નવરાત્રીના પ્રથમ દિવસે ઉપાસના કર...

ઓક્ટોબર 2, 2024 11:45 એ એમ (AM)

views 59

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં પાણીજન્ય અને વાહક જન્ય રોગોની પ્રવર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં પાણીજન્ય અને વાહક જન્ય રોગોની પ્રવર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. તેમણે ચાલુ વર્ષે વરસાદની પેટર્નને ધ્યાનમાં લેતા હજુ વધુ ૧૫ દિવસ સુધી ડેન્ગ્યુ માટે સર્વેલન્સ અને પોરાનાશક કામગીરીને વધુ સઘન બનાવવા સૂચન કર્યું હતું. તેમણે સમગ્રતયા પરિસ્થિતિનો વિગતવાર તાગ મેળવીને આરોગ્ય વિભાગને જરૂરી સૂચનો કર્યા હતા. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં સીઝનલ ફ્લુના કુલ 1614 કેસો નોંધાયા છે જેમાં છેલ્લા 15 દિવસથી નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ઉપરાંત...

ઓક્ટોબર 1, 2024 9:20 એ એમ (AM)

views 71

સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે નર્મદા નીરના વધામણાં કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા બંધ સંપૂર્ણ ભરાઈ જતાં નર્મદા નદીના નીરમાં વધામણાં કરવા આજે કેવડીયા જશે. આ કાર્યક્રમમાં તેમની સાથે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ પણ જોડાશે. બાદમાં  નર્મદા બંધના  10થી વધુ દરવાજા ખોલવામાં આવશે અને નર્મદા નદી બે કાંઠે થશે. જેને લઈ ભરૂચ નર્મદા અને વડોદરાના 42 જેટલા ગામોને સાવચેત કરાયા છે. હાલ બંધની સપાટી 138.61 મીટરે પહોંચી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં મોસમનો અત્યાર સુધીનો 137 ટકા વરસાદ નોંધાયાના અહેવાલ છે. રાજ્યના ફરી એકવાર મેઘમહેર થતાં અનેક નદીઓની જળસપાટીમ...

ઓક્ટોબર 1, 2024 8:52 એ એમ (AM)

views 62

ડિસેમ્બર સુધીમાં 24,700 શિક્ષકોની ભરતી કરાશે : ડૉ. કુબેર ડિંડોર

રાજ્યમાં આગામી ડિસેમ્બર મહિના સુધીમાં તબક્કાવાર 24 હજાર 700 શિક્ષક સહિતના સંવર્ગોની ભરતી કરવાની રાજ્ય સરકારનો હેતુ હોવાનું શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે જણાવ્યું હતું. અમરેલીમાં ગાયત્રી સંસ્કારધામ ખાતે જિલ્લા શિક્ષણ પરિવાર દ્વારા યોજાયેલા પરિણામ સુધારણા કાર્યક્રમના સમાપન દરમિયાન મંત્રી ડિંડોરે ઉપરોક્ત બાબતે જણાવ્યું હતું. દરમિયાન ડિંડોરે અનુદાનિત શાળાના આચાર્યો સાથે સંવાદ કર્યો હતો. ડિંડોરે ઉમેર્યું હતું કે, ‘આ ભરતી પ્રક્રિયા બાદ નીચેની જગ્યા ખાલી ન રહે તેની કાળજી રાખતા ઉપલા ક્રમેથી ભરતી કરવાન...

સપ્ટેમ્બર 30, 2024 10:09 એ એમ (AM)

views 72

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી : વડોદરામાં શાળાઓ બંધ

હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓમા ભારે વરસાદને પગલે યલો અલર્ટ જાહેર કર્યું છે. જે અનુસાર ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપરુ, નર્મદા, ભરૂચ તેમજ સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, તેમજ છોટાઉદેપરના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, દમણ, દાદરા નગર હવેલીના અંતરિયાળ ભાગો...

સપ્ટેમ્બર 29, 2024 9:21 એ એમ (AM)

views 69

આજે વિશ્વ હ્રદય દિવસ : યોગ શિબિરનું આયોજન

આજે વિશ્વ હ્યદય રોગ દિવસ છે. રાજ્યમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં હ્રદય રોગની બીમારીના અંદાજિત બાવન હજાર આપાતકાલીન કોલ 108 ઇમરજન્સી સેવાને મળ્યા છે. ત્યારે યોગ દ્વારા હ્યદયને લગતી બીમારીઓ ઘટાડી શકાય તે માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આજે દરેક જિલ્લાઓમાં હ્યદયરોગ જાગરૂકતા માટે યોગ શિબિરનું આયોજન કરાયું છે. ઉપરાંત ગુજરાત યોગ બોર્ડના અધ્યક્ષ યોગસેવક શીક્ષપાલના વડપણ હેઠળ રાજ્યસ્તરીય હ્રદયરોગ જાગરૂકતા કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં હ્યદયરોગની રોકથામ અને હ્યદયને મજબૂત બનાવવામાં મદદરૂપ થ...

સપ્ટેમ્બર 29, 2024 9:00 એ એમ (AM)

views 71

પ્રધાનમંત્રી આજે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાત કાર્યક્રમની આ 114મી કડી છે. આજે સવારે 11 વાગ્યે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઑન AIR મોબાઇલ એપ પર પ્રસારિત કરાશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યલય તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલયના યુ-ટ્યૂબ ચેનલ પરથી પણ મન કી બાત કાર્યક્રમનું જીવંત પ્ર...

સપ્ટેમ્બર 29, 2024 8:52 એ એમ (AM)

views 50

રાજ્ય સરકારે મોડી રાત સુધી ગરબા રમવાની છૂટ આપી

નવરાત્રિ શરૂ થવાને આડે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે મોડી રાત સુધી ગરબા રમવાની છૂટછાટ આપી છે. જો કે મોડાં સુધી ગરબા ચાલુ રાખવાથી નજીકની હોસ્પિટલ કે કોઈ નાગરિકને તકલીફ ન પડે તેનું ધ્યાન રાખવા તાકીક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સત્તાવાળાઓ દ્વારા નવરાત્રિ દરમિયાન સામાન્ય રીતે 12 વાગ્યા સુધી જ ગરબા રમવાની મંજૂરી આપવામાં આવતી હોય છે. અમદાવાદ પોલીસે ગઈકાલે નવરાત્રિ દરમિયાન લાઉડ સ્પીકરના ઉપયોગ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે, તે અનુસાર શહેર પોલીસે 3 ઓક્ટોબરથી 11 ઑક્ટોબર સુધી એટલે ...

સપ્ટેમ્બર 28, 2024 10:07 એ એમ (AM)

views 51

રાજ્યના ૧૧૩ ડેમ સંપૂર્ણ ભરાયા, નર્મદા ડેમમાં ૯૮ ટકા પાણીનો સંગ્રહ

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદને પગલે રાજ્યના 113 ડેમ સંપૂર્ણ અને 66 ડેમ 70થી 100 ટકા વચ્ચે ભરાઈ ગયા છે. જ્યારે 14 ડેમ 50 ટકાથી 70 ટકા, 08 ડેમ 25 થી 50 ટકા વચ્ચે તેમજ 05 ડેમમાં 25 ટકાથી ઓછો પાણીનો સંગ્રહ થયો છે. આ ઉપરાંત 158 ડેમને હાઈ એલર્ટ, જયારે 12 ડેમ એલર્ટ અને 09 ડેમને ચેતવણી આપવામાં આવી છે. રાજ્યના જીવાદોરી ગણાતા સરદાર સરોવર યોજનામાં હાલ 3 લાખ, 30 હજાર, 327 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 98 ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં 5 લાખ 18 હજાર 109 એમ.સી.એફ.ટી. ...