ઓક્ટોબર 6, 2024 7:20 પી એમ(PM)

views 63

આવતીકાલે વિશ્વ કપાસ દિવસ, કપાસના ઉત્પાદનમાં ગુજરાત એ સમગ્ર દેશમાં બીજા ક્રમાંકે

કપાસ ઉત્પાદનમાં ગુજરાત એ સમગ્ર દેશમાં બીજા ક્રમાંકે છે. આવતીકાલે સાતમી ઑક્ટોબર એટલે કે વિશ્વ કપાસ દિવસને ધ્યાનમાં રાખી કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું કે, ‘ગુજરાત કપાસમાં 26 લાખ 8 હજાર હેક્ટર વાવેતર વિસ્તાર, 92 લાખ ગાંસડી ઉત્પાદન અને 589 કિલો પ્રતિ હેકટરની રૂ ઉત્પાદકતા સાથે સમગ્ર દેશમાં બીજા નંબરે આવે છે. રાજ્યના અર્થતંત્રમાં અર્થતંત્રમાં કપાસની ભૂમિકા મહત્વપૂર્ણ છે. રાજ્યની સ્થાપનાથી લઈ અત્યાર સુધીમાં રાજ્યની કપાસ ઉત્પાદકતામાં 459 કિલો રૂ પ્રતિહેક્ટરનો વધારો થયો છે. શ્રી પટેલે ઉમેર્યું કે, ‘ભારત...

ઓક્ટોબર 6, 2024 7:11 પી એમ(PM)

views 41

પંચમહાલ: મુખ્યમંત્રીએ ઓરવાડામાં આરોગ્યમ્ કેન્સર અને સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલનો પ્રારંભ કરાવ્યો

‘વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત માટે જનઆરોગ્ય સુખાકારી એ અગત્યનું પાસું છે.’ પંચમહાલ જિલ્લામાં ગોધરા નજીક ઓરવાડા ખાતે આરોગ્યમ્ કેન્સર અને સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલ અને આયુષ્માન યોજનાનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીએ આ મુજબ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ‘યોગ અને પર્યાવરણ આધારિત જીવનશૈલી અને શ્રીઅન્ન જેવા સ્વાસ્થ્યવર્ધક અભિયાન દ્વારા પ્રધાનમંત્રીએ નાગરિકોને આરોગ્ય રક્ષાકવચ આપ્યું છે.’ શ્રી પટેલે કહ્યું કે, ‘રાજયના આદિવાસી બહુલ વિસ્તારોમાં અદ્યતન હૉસ્પિટલો સાથે આરોગ્ય મહાવિદ્યાલયો પણ શરૂ કર...

ઓક્ટોબર 6, 2024 9:19 એ એમ (AM)

views 47

એસટી દ્વારા સિદ્ધપુરથી દ્વારકાની નવી સ્લીપર કોચ બસ શરૂ કરાઇ

સિધ્ધપુર પંથકની જનતા માટે સિધ્ધપુરથી સીધા યાત્રાધામ દ્વારકાધીશના દર્શનાર્થે જઇ શકે તેવી સિધ્ધપુર - દ્વારકા સ્લીપરકોચ બસનો પ્રારંભ થયો છે. સિધ્ધપુરથી દ્વારકા જતી નવીન સ્લીપર કોચ બસને રાજ્યના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ બસ દરરોજ નિયમિત સિધ્ધપુરથી દ્વારકા જશે અને દ્વારકાથી સિધ્ધપુર પરત આવશે. કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે સિધ્ધપુર મત વિસ્તારની ધર્મપ્રેમી જનતાને આ બસનો લાભ લેવા અનુરોધ કર્યો છે. આ બસ સાંજે 18:00 કલાકે સિદ્ધપુરથી ઉપડી વાયા પાટણ, બેચરાજી, સ...

ઓક્ટોબર 6, 2024 8:49 એ એમ (AM)

views 66

આજે રજાના દિવસે કેબિનેટની બેઠક મળશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે રવિવારના દિવસે સાંજે 4:30 કલાકે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાશે. આજે સાંજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ બેઠક યોજાનાર છે.. જેમાં કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે.. આ ઉપરાંત ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓની પણ કેબિનેટમાં ચર્ચા કરવામાં આવે તેવી શક્યતાઓ છે... આગામી સમયમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગેની પણ ચર્ચા કરવામાં આવે તેવી સંભાવના છે..

ઓક્ટોબર 6, 2024 8:28 એ એમ (AM)

views 66

જૂની પેન્શન યોજના સહિતના મુદ્દે કર્મચારી આગેવાનો અને સરકાર વચ્ચે બેઠક યોજાઈ

રાજ્ય સરકાર અને સરકારી કર્મચારીઓના પ્રતિનિધિઓ વચ્ચે જૂની પેન્શન યોજના અને અલગ અલગ મુદ્દાઓને લઈને સરકાર સાથે બેઠક યોજાઇ હતી. આજે આ મામલે સરકાર દ્વારા નિવેડો લાવવામાં આવે તેવી સંભાવના છે. કર્મચારી આગેવાનો અને સરકાર વચ્ચે અગાઉ યોજાયેલી બેઠક બાદ ફરી એક વખત ગઇકાલે સાંજે વિવિધ પડતર માંગણીઓ અંગે આ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સરકાર અને કર્મચારીઓએ વચ્ચે સકારાત્મક વાતાવરણમાં ચર્ચા કરવામાં આવી હતી. જૂની પેન્શન યોજના તેમજ સાતમા પગાર પંચ સહિતની બાબતો ઉપર ચર્ચા કરવામાં આવી હતી. કર્મચારી મહામંડળ પ્રમુખ દિગ્વીજયસ...

ઓક્ટોબર 3, 2024 11:53 એ એમ (AM)

views 26

પોરબંદર જિલ્લાનાં સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાના હસ્તે પોરબંદર જિલ્લાના ખાગેશ્રી ગામ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં નવાં બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું

પોરબંદર જિલ્લાનાં સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાના હસ્તે પોરબંદર જિલ્લાના ખાગેશ્રી ગામ ખાતે 1 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થયેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં નવાં બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું… કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, છેવાડાના ગામો સુધી પાણી, રોડ આરોગ્ય સહિતની સુવિધાઓ પહોંચી રહી છે અને ગામડાઓ હવે સમૃદ્ધિનાં માર્ગ તરફ આગળ વધી રહ્યાં છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં નવાં મકાનમાં આરોગ્ય સુવિધાઓની સાથે સાથે તેને સંલગ્ન વ્યવસ્થા તેમજ પાર્કિંગ વગેરેથી સુવિધાઓ છે. ખા...

ઓક્ટોબર 3, 2024 11:46 એ એમ (AM)

views 31

આજે સાબરમતીથી ઉપડનારી સાબરમતી-જોધપુર વંદે ભારત એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે.

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના મહેસાણા-પાલનપુર સેક્શન પર ભાંડુ મોટી દાઉ-ઊંઝા-કામલી સ્ટેશનો વચ્ચે ડબલ લાઇનના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કામને કારણે આજથી બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે પશ્ચિમ રેલવે ની આજથી 07 ઓક્ટોબર સુધી આબુ રોડથી ઉપડતી આબુ રોડ-મહેસાણા ડેમુ રદ રહેશે. જ્યારે 04, 05 અને 06 ઓક્ટોબરના રોજ સાબરમતીથી ચાલતી સાબરમતી-જોધુપર એક્સપ્રેસ આબુ રોડ અને સાબરમતી વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે. આજે સાબરમતીથી ઉપડનારી સાબરમતી-જોધપુર વંદે ભારત એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે. સાબરમતી-આગ્રા કેન્ટ એક્...

ઓક્ટોબર 3, 2024 11:32 એ એમ (AM)

views 29

‘વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ-૨૦૨૪’માં ગુજરાત ટૂરિઝમ દ્વારા સરસ મેળા થીમ આધારીત પેવિલિયન બનાવવામાં આવ્યું

નવરાત્રી દરમિયાન રાજ્યના પરંપરાગત ઉત્સવોને ગ્રામીણ હસ્તકલા સાથે જોડી મહિલાઓને રોજગારી આપવા સખી મંડળની મહિલાઓ માટે સરસમેળાનું આયોજન કરે છે. આ વર્ષે અમદાવાદના GMDC ખાતે ‘વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ-૨૦૨૪’માં ગુજરાત ટૂરિઝમ દ્વારા સરસ મેળા થીમ આધારીત પેવિલિયન બનાવવામાં આવ્યું છે. આ પેવેલીયનમાં આજથી ૧૩ ઓક્ટોબર સુધી ૨૨ સ્ટોલ્સ બનાવાયા છે.. ભારત સરકાર, ગુજરાત સરકાર અને ગુજરાત લાઈવલીહુડ પ્રોમોશન કંપની દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરી તથા પોલિસી વિશે મુલાકાતીઓને માહિતી આપવા પેનલ ડીસ્પ્લે, એલઈડી સ્ક્રિન પણ...

ઓક્ટોબર 3, 2024 11:16 એ એમ (AM)

views 34

પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાનની ઉજવણી કરાઈ હતી.

સમગ્ર દેશ સહિત રાજ્યભરમાં ગઈકાલે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે ઠેર ઠેર સ્વચ્છતા હી સેવા અભિયાન ચલાવવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાનની ઉજવણી કરાઈ હતી. નગરપાલિકા પ્રમુખના હસ્તે શ્રેષ્ઠ સફાઇ કામદારને શિલ્ડ, પ્રમાણપત્ર અને ૧૦ હજાર રૂપિયાનો ચેક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજકોટ જિલ્લાના જસદણ, ગોંડલ અને જેતપુર તાલુકાના વિવિધ ગામોમાં સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પાટણના રિજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને જાહેર જનતાએ સાથે મ...

ઓક્ટોબર 3, 2024 10:42 એ એમ (AM)

views 54

હવામાન વિભાગ અનુસાર આગામી સપ્તાહે રાજ્યમાં તપામાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે.

રાજ્યમાં નવરાત્રીના પ્રારંભ સાથે ગરમીનો પારો ઉપર જઈ શકે છે. હવામાન વિભાગ અનુસાર આગામી સપ્તાહે રાજ્યમાં તપામાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે. દરમિયાન આજે દક્ષિણ ગુજરાતમાં નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ગીજવીજ સાથે વળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર સોમનાથના કેટલાક ભાગોમં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. એ સિવાય રાજ્યના બાકીના જિલ્લાઓમા હવામાન સૂકું રહેશે. બીજી તરફ ગત મોડી સાંજે તાપી અને અમરેલી જિલ્લાના મુખ્ય મથક વ્યારામાં ધોધ...