નવેમ્બર 21, 2024 8:52 એ એમ (AM)

views 67

ભારત અને ગયાનાએ આરોગ્ય, હાઇડ્રોકાર્બન, કૃષિ સહિત દસ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા

ભારત અને ગયાનાએ આરોગ્ય, હાઇડ્રોકાર્બન, કૃષિ અને સંલગ્ન બાબતો સહિત અનેક ક્ષેત્રોમાં સહકાર વધારવા માટે દસ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તબીબી ઉત્પાદનો, જન ઔષધિયોજના, સાંસ્કૃતિક વિનિમય કાર્યક્રમ, ગયાનામાં UPI સિસ્ટમના અમલીકરણ અને પ્રસાર ભારતી અને ગયાનાના નેશનલ કોમ્યુનિકેશન નેટવર્ક વચ્ચે પ્રસારણ ક્ષેત્રે સહકાર માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત નેશનલ ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ, ગયાના અને નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી, ગુજરાત વચ્ચે પણ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ગઈકા...

નવેમ્બર 20, 2024 10:49 એ એમ (AM)

views 72

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી કરી

રાજ્યમાં વહેલી સવારે અને મોડી રાત્રે તાપમાનમાં ઘટાડો નોંધાતા ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. સૌરાષ્ટ્રના કેટલાંક ભાગોમાં રાત્રિના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. સૌથી ઓછું 15 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ગાંધીનગર ,નલિયા અને કંડલા એરપોર્ટ ખાતે નોંધાયું હતું. અમરેલી, રાજકોટ, મહુવા, કેશોદ વડોદરામાં લઘુતમ તાપમાન 17 ડિગ્રી નોંઘાયું હતું. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી કરી છે.

નવેમ્બર 20, 2024 10:09 એ એમ (AM)

views 55

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના વિદેશ પ્રવાસના અંતિમ ચરણમાં ગયાનાના જોર્જટાઉન પહોંચ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રિયો ડી જાનેરોમાં G-20 સમિટમાં ભાગ લીધા બાદ ત્રણ દિવસની મુલાકાતે ગયાના પહોંચ્યા છે. 1968 પછી ભારતીય પ્રધાનમંત્રીની ગયાનાની આ પ્રથમ મુલાકાત છે. શ્રી મોદી જ્યોર્જ ટાઉનમાં ગયાનાના રાષ્ટ્રપતિ ડૉ. મોહમ્મદ ઈરફાન સાથે વાતચીત કરશે. તેઓ બીજી કેરીકોમ-ઈન્ડિયા સમિટમાં પણ ભાગ લેશે. CARICOM એટલે કે કેરેબિયન કોમ્યુનિટી એન્ડ કોમન માર્કેટ એ 20 વિકાસશીલ દેશોનું જૂથ છે. પ્રધાનમંત્રી CARICOM સભ્ય દેશોના નેતાઓ સાથે બેઠક કરશે. આ મંત્રણામાં આ પ્રદેશ સાથે ભારતની લાંબા સમયથી ચાલતી મિત્રતાને વધ...

નવેમ્બર 20, 2024 9:21 એ એમ (AM)

views 48

19મી જી-20 સમિટ ગઈકાલે બ્રાઝિલના શહેર રિયો-ડી-જાનેરોમાં પૂર્ણ થઈ

19મી જી-20 સમિટ ગઈકાલે બ્રાઝિલના શહેર રિયો-ડી-જાનેરોમાં પૂર્ણ થઈ હતી. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વાએ સંગઠનની જવાબદારી હવે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાને સોંપી. તેમની સમાપન ટિપ્પણીમાં, રાષ્ટ્રપતિ લુલાએ તેમના બ્રાઝિલના રાષ્ટ્રપતિ દરમિયાન લેવામાં આવેલા વિવિધ પગલાઓની ચર્ચા કરી. આમાં ભૂખ અને ગરીબી સામે વૈશ્વિક સંગઠનની શરૂઆત અને નાણા મંત્રીઓ અને કેન્દ્રીય બેંકોના એજન્ડામાં કરવેરા અને આબોહવા પરિવર્તનનો સમાવેશ અને જૈવ-અર્થતંત્ર પરના પ્રથમ બહુપક્ષીય દસ્તાવેજની મંજૂરીનો સમાવેશ થાય છે. ...

નવેમ્બર 20, 2024 9:07 એ એમ (AM)

views 89

ઝારખંડ અને મહારાષ્ટ્રમાં આજે યોજાયેલી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન સવારે 7 વાગ્યે શરૂ

ઝારખંડ અને મહારાષ્ટ્રમાં આજે યોજાયેલી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન સવારે 7 વાગ્યે શરૂ થયું છે. સાંજે 5 વાગ્યે સમાપ્ત થશે. ઝારખંડમાં 12 જિલ્લાની 38 બેઠકોના બીજા અને અંતિમ તબક્કા માટે મતદાન થશે..કેટલાક સંવેદનશીલ મતદાન મથકો પર, મતદાન માત્ર 4 વાગ્યે સમાપ્ત થશે. આ તબક્કામાં પાંચસો ૨૮ ઉમેદવારો મેદાનમાં છે. ઝારખંડના મુખ્ય ચૂંટણી અધિકારી કે. રવિ કુમારે લોકોને કોઈપણ ડર વગર મતદાન કરવાની અપીલ કરી છે. મહારાષ્ટ્રની તમામ 288 બેઠકો માટે એક જ તબક્કામાં ચૂંટણી યોજાઈ છે. મતદાન સવારે 7 વાગ્યે શરૂ થયું છે અને સાંજે...

નવેમ્બર 20, 2024 8:42 એ એમ (AM)

views 50

પ્રધાનમંત્રીએ જી-20 સમિટના બીજા દિવસે ટકાઉ વિકાસ અને ઉર્જા પરિવર્તન પર પ્રથમ સત્રને સંબોધિત કરતાં ભારત દ્વારા લેવામાં આવેલા પગલાઓનો વિગતવાર ઉલ્લેખ કર્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જી-20 સમિટના બીજા દિવસે ટકાઉ વિકાસ અને ઉર્જા પરિવર્તન પર પ્રથમ સત્રને સંબોધિત કરતાં ભારત દ્વારા લેવામાં આવેલા પગલાઓનો વિગતવાર ઉલ્લેખ કર્યો. પ્રધાનમંત્રીએ કહ્યું કે નવી દિલ્હી જી-20 સમિટ દરમિયાન, જૂથે 2030 સુધીમાં પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતા ત્રણ ગણી અને ઊર્જા કાર્યક્ષમતા દર બમણા કરવાનું વચન આપ્યું હતું. તેઓએ ટકાઉ વિકાસની પ્રાથમિકતાઓને આગળ ધપાવવાના બ્રાઝિલના નિર્ણયને આવકાર્યો. ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે ભારત દ્વારા લેવામાં આવેલા પગલામાં છેલ્લા 10 વર્ષમાં ચાર કરોડ પ...

નવેમ્બર 14, 2024 8:54 એ એમ (AM)

views 61

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આદિવાસી ગૌરવ દિવસ નિમિત્તે બિહારના જમુઈની મુલાકાત લેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે બિહારના જમુઈની મુલાકાત લેશે જ્યાં તેઓ આદિવાસી ગૌરવ દિવસ પર આયોજિત ઉજવણીમાં ભાગ લેશે. આ ઘટના સાથે, ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી શરૂ થશે. શ્રી મોદી ભગવાન બિરસા મુંડાના સન્માનમાં સ્મારક સિક્કા અને ટપાલ ટિકિટનું અનાવરણ કરશે. આ અવસરે, પ્રધાનમંત્રી આદિવાસી સમુદાયોના ઉત્થાન અને પ્રદેશના ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓમાં સુધારો કરવા માટે રૂ. 6,640 કરોડથી વધુના મૂલ્યની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

નવેમ્બર 14, 2024 8:45 એ એમ (AM)

views 85

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 66 ટકાથી વધુ મતદાન નોંધાયું – બીજા તબક્કાના મતદાન માટે પ્રચાર થયો વેગીલો

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ગઇકાલે 66 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું. ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન બાદ 20 નવેમ્બરે યોજાનાર બીજા તબક્કાના મતદાન માટે પ્રચાર તેજ થઈ ગયો છે. NDA અને ઇન્ડી ગઠબંધન બંનેના નેતાઓ મતદારોને રીઝવવા વિવિધ મતવિસ્તારોમાં સભાઓ અને રેલીઓ કરી રહ્યા છે. આ શ્રેણીમાં ભાજપના વરિષ્ઠ નેતા અને ગૃહમંત્રી અમિત શાહ આજે રાજ્યના વિવિધ વિસ્તારોમાં પ્રચાર કરશે

નવેમ્બર 13, 2024 11:01 એ એમ (AM)

views 62

સમગ્ર વિશ્વમાં સરેરાશ માસિક તાપમાનમાં નોંધપાત્ર વધારાને કારણે 2024નું વર્ષ અત્યાર સુધીનું સૌથી ઉષ્ણ વર્ષ રહેવાની ધારણા છે.

સમગ્ર વિશ્વમાં સરેરાશ માસિક તાપમાનમાં નોંધપાત્ર વધારાને કારણે 2024નું વિદાય લઈ રહેલું વર્ષ અત્યાર સુધીનું સૌથી ઉષ્ણ વર્ષ બનવા તરફ આગળ વધી રહ્યું છે. COP-29 સંમેલન દરમિયાન જાહેર કરાયેલા વિશ્વ હવામાન સંસ્થાના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે મહત્વાકાંક્ષી પેરિસ સમજૂતી ગંભીર જોખમમાં છે. પેરિસ કરારનો ધ્યેય પૃથ્વીની સપાટી પર લાંબા ગાળાના સરેરાશ તાપમાનમાં વધારો બે ડિગ્રીથી નીચે રાખવાનો છે. કરારમાં આ તાપમાનને એક પોઈન્ટ પાંચ ડિગ્રી સુધી મર્યાદિત કરવાના પ્રયાસો પર ભાર મૂકવામાં આવ્યો છે. અહેવાલ અનુસાર, 201...

નવેમ્બર 13, 2024 10:17 એ એમ (AM)

views 134

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 15 જિલ્લાની 43 બેઠકો પર મતદાન શરૂ

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 15 જિલ્લાની 43 બેઠકો પર મતદાન શરૂ થયું છે.31 બેઠકોના 950 સંવેદનશીલ મતદાન મથકને બાદ કરતાં અન્ય તમામ સ્થળોએ મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થયું છે અને સાંજે 5 વાગ્યે પૂર્ણ થશે, જ્યારે સંવેદનશીલ બૂથ પર સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે. આ તબક્કામાં 1 કરોડ 37 લાખથી વધુ મતદારો 73 મહિલાઓ સહિત 6 હજાર 083 ઉમેદવારોના રાજકીય ભાવિનો નિર્ણય કરશે. સેરાયકેલાથી ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી ચંપાઈ સોરેન, રાંચીથી રાજ્યસભાના સાંસદ અને jm...