ઓગસ્ટ 20, 2024 9:10 એ એમ (AM)

views 41

અમદાવાદ મહાનગરપાલિકા શહેરના પશ્ચિમ વિસ્તારના ત્રણ બગીચાનો જાહેર ખાનગી ભાગીદારી – PPPના ધોરણે વિકાસ કરાશે

અમદાવાદ મહાનગરપાલિકા શહેરના પશ્ચિમ વિસ્તારના ત્રણ બગીચાનો જાહેર ખાનગી ભાગીદારી – PPPના ધોરણે વિકાસ કરાશે. આ બગીચામાં વાસણામાં જીવરાજ મેહતા હૉસ્પિટલ પાસે આવેલા સ્વ. હરેન પંડ્યા ગાર્ડન, આનંદનિકેત સ્કૂલ પાસે આવેલા જોધપુર ઔડા ગાર્ડન અને સાયન્સ સિટી રોડ પર આવેલા બગીચાનો સમાવેશ કરાયો છે. આ બગીચાઓના વિકાસ માટે યુ.એન. મહેતા સંસ્થાને મંજૂરી આપવામાં આવી છે. ત્રણેય બગીચાની સાર સંભાળ કરવાની તમામ જવાબદારી સંસ્થાની રહેશે. તેમ જ બગીચા સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સધી જાહેર જનતા માટે ખૂલ્લા રાખવા પડશે.

ઓગસ્ટ 20, 2024 9:09 એ એમ (AM)

views 39

શ્રાવણ માસના ત્રીજા સોમવાર અને રક્ષાબંધન નિમિત્તે ગઇકાલે 45 હજારથી વધુ ભક્તોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસના ત્રીજા સોમવાર અને રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે ગઈકાલે ભક્તોની લાંબી કતાર જોવા મળી હતી. સવારે ચાર વાગ્યાથી મંદિરના દ્વાર ભાવિકો માટે ખૂલ્લા મુકાયા હતા. ટ્રસ્ટના ટ્રસ્ટી પી. કે. લહેરીએ પાલખી પૂજા કરી પાલખીયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. જિલ્લાના અમારા પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે કે, ભક્તોએ ગઈકાલે 63 સોમેશ્વર મહાપૂજા, 27 ધ્વજાપૂજા, 932 રૂદ્રાભિષેક પાઠ, બિલ્વ પૂજા, શ્રૃંગાર પૂજા સહિતની પૂજા કરી હતી. ગઈકાલે સાંજે સાત વાગ્યા સુધીમાં 45 હજારથ...

ઓગસ્ટ 20, 2024 9:07 એ એમ (AM)

views 45

દક્ષિણ ગુજરાતના કેટલાંક જિલ્લાઓમાં આજથી ભારે વરસાદની શક્યતા

રાજ્યમાં નવી બે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં, હવામાન વિભાગે આજથી દક્ષિણ ગુજરાતના કેટલાંક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જે અંતર્ગત આજે અને આવતીકાલે તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે. આવતીકાલે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાંબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા અને અમદાવાદ સહિત કચ્છ-સૌરાષ્ટ્રના કેટલાંક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદની આગાહી છે. દરમિયાન રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીની આસપાસ રહ...

ઓગસ્ટ 20, 2024 9:06 એ એમ (AM)

views 52

ભાવનગર જિલ્લા યોગ ચેમ્પિયનશીપમાં ઋચા ત્રિવેદી બે સુવર્ણ ચંદ્રક જીતી ડિસ્ટ્રીક્ટ ચેમ્પિયન બન્યાં

ભાવનગર જિલ્લા યોગ ચેમ્પિયનશીપમાં ઋચા ત્રિવેદી બે સુવર્ણ ચંદ્રક જીતી ડિસ્ટ્રીક્ટ ચેમ્પિયન બન્યાં છે. અમારા ભાવનગર જિલ્લાના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે, નવમાં ધોરણમાં ભણતાં ઋચા છેલ્લાં નવ વર્ષથી યોગની તાલિમ મેળવી રહી છે અને ઘણી રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરી ચૂક્યાં છે. ઋચા આગામી 22થી 26 ઓગસ્ટ દરમિયાન વિમેન્સ યોગ પ્રીમિયમ લીગમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.

ઓગસ્ટ 20, 2024 9:05 એ એમ (AM)

views 55

પશ્ચિમ રેલવે દ્વારા 11 સ્પેશિયલ ટ્રેનને ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી

પશ્ચિમ રેલવે દ્વારા 11 સ્પેશિયલ ટ્રેનને ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, મુસાફરોની સુવિધા અને માંગને પહોંચી વળવા રેલવે દ્વારા વિશેષ ભાડા સાથે 27 જોડી ટ્રેનો જે ઓગસ્ટ સુધી દોડવાની હતી તે તમામ ટ્રેનો ડિસેમ્બર સુધી દોડાવવામાં આવશે. આ તમામ ટ્રેનો માટે રિઝર્વેશન આજથી શરૂ થશે. આ ટ્રેનોમાં બ્રાંન્દ્રા ટર્મિનસ – ભાવનગર, બાંદ્રા ટર્મિનસ-ગાંધીનગર, ઓખા-ગાંધીધામ, અમદાવાદ-પટના, અમદાવાદ-દાનપુર, રાજકોટ-મહેબુબનગર, સાબરમતી-પટના, ભાવનગર-દિલ્હી કેન્ટ, ગાંધીધામ-બોટાદનો સમાવેશ થાય છે.

ઓગસ્ટ 20, 2024 9:04 એ એમ (AM)

views 38

મહેસાણા જિલ્લામાં આ વર્ષે 2 લાખ 86 હજાર હેકટર જમીનમાં વાવેતર થવાનો અંદાજ રખાયો

મહેસાણા જિલ્લામાં આ વર્ષે 2 લાખ 86 હજાર હેકટર જમીનમાં વાવેતર થવાનો અંદાજ રખાયો છે. તેની સામે 1 લાખ 97 હજાર હેકટર જમીનમાં વાવેતર થઈ ગયું છે.જિલ્લાના 10 તાલુકાઓમાં સતલાસણામાં 96 ટકા વાવેતર થઇ ગયું છે.60 હજાર હેકટર જમીનમાં તેલીબિયાંનું વાવેતર થયું છે, જ્યારે મગફળી 22 હજાર હેકટર જમીનમાં વાવેતર થયું છે.જ્યારે તલનું 1 હજાર 202 હેકટરમાં, દિવેલાનું 36 હજાર 316 હેકટરમાં, કઠોળનું 13 હજાર 452 હેકટરમાં, કપાસનું 33 હજાર 402 હેકટર જમીનમાં વાવેતર થયું છે.

ઓગસ્ટ 20, 2024 9:03 એ એમ (AM)

views 44

રાજકોટમાં 104 વિદ્યાર્થીએ ખાનગી શાળા છોડી વિનોબા ભાવે સરકારી પ્રાથમિક શાળા નંબર 93માં પ્રવેશ મેળવ્યો

રાજકોટમાં 104 વિદ્યાર્થીએ ખાનગી શાળા છોડી વિનોબા ભાવે સરકારી પ્રાથમિક શાળા નંબર 93માં પ્રવેશ મેળવ્યો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત આ શાળાનાં આચાર્ય વનિતા રાઠોડ જણાવે છે કે, દર વર્ષે 100થી વધુ વિદ્યાર્થી ખાનગી શાળા છોડી આ શાળામાં પ્રવેશ મેળવે છે. આ વર્ષે બાલવાટીકા અને ધોરણ 1ની સંખ્યા 150 જેટલી છે. હાલમાં શાળામાં 850 વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે. નાનામવા રોડ પર મોકાજી સર્કલ પાસે આવેલી વિનોબા ભાવે સરકારી શાળાંમાં નવી બેન્ચ, કમ્પ્યુટર લેબ, મેથ્સ અને સાયન્સ કોર્નર છે. વિદ્યાર્થીઓ માટે એક્સપ...