ઓગસ્ટ 1, 2026 10:27 એ એમ (AM)

views 38

રાજ્યમાં અતિભારે વરસાદ. સુરતના અંબિકામાં 24 ઇંચ જેટલો ધૂધવાબંધ વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 255 તાલુકામાં વરસાદ વરસ્યો. સૌથી વધુ સુરતના અંબિકામાં 24 ઇંચ જેટલો ધુંધવાબંધ વરસાદ વરસ્યો. આ ઉપરાંત તાપીના ડોલવણ અને ખેડાના વસોમાં સાડા સોળ ઇંચ જેટલો વરસાદ નોંધાયો. બોટાદના બરવાળા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. સુરેન્દ્રનગરમાં પણ ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જામનગરમાં મોડી સાંજે વરસાદ પડ્યો. કચ્છ જિલ્લામાં સરેરાશ અડધોથી 2 ઇંચ વરસાદ પડ્યો. ભુજમાં વહેલી સાવરથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પંચમહાલમાં જાંબુઘોડામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.કાલોલમાં અને ઘોઘંબામ...

જૂન 21, 2025 10:36 એ એમ (AM)

views 81

આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની હવામાન વિભાગે શક્યતા દર્શાવી

આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની હવામાન વિભાગે શક્યતા દર્શાવી છે. શરૂઆતના ત્રણ દિવસ વરસાદનું જોર ઓછું રહેશે. 48 કલાક બાદ વરસાદની તીવ્રતામાં સામાન્ય વધારો થવાની સંભાવના છે. જ્યારે આજે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં હળવાથી મધ્યમ વરસાદને લઈને યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા હોવાનું હવામાન વિભાગના વડા એ કે દાસે જણાવ્યું છે.

માર્ચ 10, 2025 1:26 પી એમ(PM)

views 73

હવામાન વિભાગે આગામી બે દિવસ કોંકણ, ગોવા અને ગુજરાતમાં ગરમીનું મોજું ફરી વળવાની આગાહી વ્યક્ત કરી

હવામાન વિભાગે આજે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. હિમાચલ પ્રદેશ, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. બીજી તરફ આગામી બે દિવસ દરમિયાન કોંકણ, ગોવા અને ગુજરાતમાં ગરમીનું મોજું ફરી વળવાની શક્યતા છે. કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં કેટલાક સ્થળોએ ગરમ અને ભેજવાળા હવામાનની શક્યતા છે. આગામી 3 થી 4 દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં મહત્તમ તાપમાન ત્રણથી ચાર ડિગ્રી સેલ્સિયસ વધવાની આગાહી કર...

માર્ચ 4, 2025 6:36 પી એમ(PM)

views 46

રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું

રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ કે દાસે જણાવ્યું હતું કે , અરબ સાગરમાં મજબૂત પ્રેશર ગ્રેડિયન્ટ સર્જાતાં 45 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.આ ઉપરાંત આજે દિવસ દરમિયાન ઝડપી ગતિએ પવન ફૂંકાવાની પણ શક્યતાઓ છે. જેથી ગરમીથી રાહત મળશે આગામી 24 કલાક દરમિયાન અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં વાતાવરણ શુષ્ક રહેવાની સાથે મહત્તમ તાપમાન 34 થી 35 ડિગ્રી સેલ્સિયસ તથા લઘુત્તમ તાપમાન 20 ડિ...

જાન્યુઆરી 28, 2025 9:53 એ એમ (AM)

views 53

રાજ્યમાં આગામી પાંચ દિવસ હવામાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નહિવત

રાજ્યમાં આગામી પાંચ દિવસ હવામાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નહિવત છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ઉત્તર પૂર્વ અને પૂર્વ દિશા તરફથી પવનો આવી રહ્યા છે જેને કારણે તાપમાનમાં વધારો ઘટાડો થઈ રહ્યો છે. હજુ પણ આગામી પાંચ દિવસ આ જ સ્થિતિ યથાવત રહેશે.

જાન્યુઆરી 10, 2025 6:26 પી એમ(PM)

views 60

આગામી 24 કલાક બાદ ઠંડીમાંથી રાહત મળશે તો આગામી 12 જાન્યુઆરીથી ફરી એક વખત તાપમાનમાં બે થી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાશે:હવામાન વિભાગ

હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાક બાદ ઠંડીમાંથી રાહત મળશે તો આગામી  12 જાન્યુઆરીથી ફરીએક વખત તાપમાનમાં બે થી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાશે.જેથી ઠંડીમાં વધારોથશે. હવામાન વિભાગના નિયામક  એ કે દાસના જણાવ્યા અનુસાર બે દિવસ બાદ વેસ્ટનડીસ્ટેન્સ ની અસરો પૂર્ણ થતા ફરી એક વખત ઠંડીનો અનુભવ થશે

ડિસેમ્બર 28, 2024 9:00 એ એમ (AM)

views 54

આજે રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી

રાજ્યના હવામાન વિભાગે આજે રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જ્યારે આવતીકાલે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની સંભાવના છે. જોકે, ગઈકાલે રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. સત્તાવાર યાદી મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી ઓછું 11 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું હતું. જ્યારે ભુજમાં 12, કંડલાના હવાઈમથક, રાજકોટ, અને અમરેલી અને જુનાગઢના કેશોદમાં 14, કંડલા બંદર પર 15 અને અમદાવાદમાં 19 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન ...

ડિસેમ્બર 27, 2024 7:27 પી એમ(PM)

views 49

રાજ્યના હવામાન વિભાગે આગામી 24 કલાકમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી અને નર્મદામાં ગાજવીજ સાથે વરસાદ સહિત કરાં પડવાની શક્યતા વ્યક્ત કરી

રાજ્યના હવામાન વિભાગે આગામી 24 કલાકમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી અને નર્મદામાં ગાજવીજ સાથે વરસાદ સહિત કરાં પડવાની શક્યતા વ્યક્ત કરી છે. જ્યારે છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં વરસાદનું ઑરેન્જ અલર્ટ જાહેર કરાયું છે. ડાંગનાં અમારાં પ્રતિનિધિ મુનીરા શેખ જણાવે છે કે વાતાવરણમાં પલટો આવતા સાપુતારા સહિત આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો. પરિણામે ખેડૂતોમાં શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. વલસાડનાં અમારાં પ્રતિનિધિ નવીન પટેલના જણાવ્યા અનુસાર કપરાડા તાલુકાના સુથારપાડા ગામ અને આસપા...

ડિસેમ્બર 27, 2024 8:56 એ એમ (AM)

views 57

અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ : ત્રણ દિવસ વરસાદની આગાહી

ગુજરાતના અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં મોડી સાંજથી વહેલી સવારે વરસાદના હળવાથી મધ્યમ ઝાપટા પડ્યા છે. આ સાથે જ હજુ પણ બે થી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. ઉત્તર ગુજરાત સહિત અમુક જિલ્લામાં આજે પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરાઈ છે. આજે સવારથી જ અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓના વાતાવરણમાં પલટો જોવા મળ્યો. આ સાથે જ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વહેલી સવારથી ધુમ્મસ અને વાદળ છાયું વાતાવરણ ...

ડિસેમ્બર 26, 2024 3:24 પી એમ(PM)

views 71

રાજ્યના કેટલક જિલ્લાઓમાં આજે હવામાનમાં પલટો આવતા વાતાવરણ વાદળછાયું થયું છે

રાજ્યના કેટલક જિલ્લાઓમાં આજે હવામાનમાં પલટો આવતા વાતાવરણ વાદળછાયું થયું છે. હવામાન વિભાગે આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, નર્મદા તાપી ડાંગ ઉપરાંત સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં છૂટ છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. અમારા મહીસાગર જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે આજે જિલ્લામાં સતત પાંચમા દિવસે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. આ કારણે ખેતરમાં વાવેતર કરવામાં આવેલા પાકમાં જીવાત પડવાની સ્થિતિ અંગે ખેડૂતોની ચિંતા વધી છે. અમારા ભાવનગર જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે ...