ઓગસ્ટ 1, 2026 10:27 એ એમ (AM)

views 38

રાજ્યમાં અતિભારે વરસાદ. સુરતના અંબિકામાં 24 ઇંચ જેટલો ધૂધવાબંધ વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 255 તાલુકામાં વરસાદ વરસ્યો. સૌથી વધુ સુરતના અંબિકામાં 24 ઇંચ જેટલો ધુંધવાબંધ વરસાદ વરસ્યો. આ ઉપરાંત તાપીના ડોલવણ અને ખેડાના વસોમાં સાડા સોળ ઇંચ જેટલો વરસાદ નોંધાયો. બોટાદના બરવાળા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. સુરેન્દ્રનગરમાં પણ ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જામનગરમાં મોડી સાંજે વરસાદ પડ્યો. કચ્છ જિલ્લામાં સરેરાશ અડધોથી 2 ઇંચ વરસાદ પડ્યો. ભુજમાં વહેલી સાવરથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પંચમહાલમાં જાંબુઘોડામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.કાલોલમાં અને ઘોઘંબામ...

માર્ચ 27, 2025 2:25 પી એમ(PM)

views 58

હવામાન વિભાગે આજે જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે

હવામાન વિભાગે આજે જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબના કેટલાક ભાગોમાં પણ આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદ, કેરળ, માહે, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં આજે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડોક્ટર સોમા સેન રોયે જણાવ્યું કે, આગામી ત્રણ દિવસમાં તમિલનાડુ, પુડુચેરી, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યાનમના છૂટાછવાયા વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા હવામાનની સ્થિતિ રહેશે...

ફેબ્રુવારી 24, 2025 8:02 પી એમ(PM)

views 51

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારો માટે આવતા ચોવીસ કલાકમાં ગરમીના યલો એલર્ટની હવામાન વિભાગે આગાહી કરી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી પાંચ દિવસ ગરમી અને બફારાનું હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે આગામી 24 કલાક બાદ મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થતાં ગરમી વધશે તેવી પણ હવામાન વિભાગના વડા એ કે દાસે શક્યતા દર્શાવી છે.(બાઇટ- એ કે દાસ, ડારયરેક્ટર, હવામાન વિભાગ)

ફેબ્રુવારી 8, 2025 7:31 પી એમ(PM)

views 63

આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં લઘુતમ તાપમાનમાં નોંધપાત્ર ફેરફાર નહીં થવાની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં લઘુતમ તાપમાનમાં નોંધપાત્ર ફેરફાર નહીં થવાની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે.  છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં સૌથી ઓછું 8.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ડાંગમાં નોંધાયું હતું. નલિયામાં 11 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. કંડલામાં 12ડિગ્રી, ડિસા, કેશોદ અને રાજકોટમાં 13 ડિગ્રી, અમરેલીમાં 14 ડિગ્રી, ભાવનગર, ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં 15 ડિગ્રી તથા અમદાવાદ અને વડોદરમાં 16 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતુ...

ફેબ્રુવારી 6, 2025 2:20 પી એમ(PM)

views 56

હવામાન વિભાગે આજે અરૂણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં કેટલાક સ્થળ પર આજે વીજળીના કડાકા સાથે વાવાઝોડું આવવાની આગાહી કરી

હવામાન વિભાગે આજે અરૂણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં કેટલાક સ્થળ પર આજે વીજળીના કડાકા સાથે વાવાઝોડું આવવાની આગાહી કરી છે. આકાશવાણી સમાચાર સાથે વાત કરતાં હવામાન વિભાગનાં વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉક્ટર સોમા સેને જણાવ્યું કે, અરૂણાચલ પ્રદેશ અને પૂર્વ અસમમાં આગામી 2 દિવસમાં ભારે વરસાદ અને વાવાઝોડું આવવાની પણ શક્યતા છે.

જાન્યુઆરી 31, 2025 7:22 પી એમ(PM)

views 67

હવામાન વિભાગે રાજ્યના વલસાડ, નવસારી, અમરેલી, ભાવનગર, અરવલ્લી, દાહોદ અને મહિસાગર જિલ્લામાં છૂટા-છવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આગામી બીજીથી ચોથી ફેબ્રુઆરી દરમિયાન રાજ્યના વલસાડ, નવસારી, અમરેલી, ભાવનગર, અરવલ્લી, દાહોદ અને મહિસાગર જિલ્લામાં છૂટા-છવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરી છે. આવા સમયમાં રાજ્યના ખેડૂતોનો પાક સુરક્ષિત રહે તે માટે યોગ્ય તકેદારીના પગલાં લેવા ખેડૂતોને ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

જાન્યુઆરી 31, 2025 6:36 પી એમ(PM)

views 59

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસ રાજ્યમાં હવામાન શુષ્ક રહેશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસ રાજ્યમાં હવામાન શુષ્ક રહેશે, લઘુતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહિ. રાજ્યની આસપાસના વાતાવરણમાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉદ્દભવ્યા છે, પરંતુ તેની અસર રાજ્યના હવામાન ઉપર થશે નહિ.

જાન્યુઆરી 30, 2025 6:59 પી એમ(PM)

views 64

હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ રાજ્યમાં લઘુતમ તાપમાનમાં કોઇ નોંધપાત્ર ફેરફાર થશે નહીં

હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ રાજ્યમાં લઘુતમ તાપમાનમાં કોઇ નોંધપાત્ર ફેરફાર થશે નહીં. બીજી અને ત્રીજી ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હવે માંવઠાની શક્યતા નહીવત્ છે. ઉત્તર પશ્ચિમ દિશા તરફથી આવતાં પવનને લીધે ગુજરાતમાં દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં વડોદરા તેમજ રાજકોટમાં 15 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે સુરતમાં 16.6 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે વધુમાં આ મુજબ જણાવ્યું....

જાન્યુઆરી 29, 2025 6:53 પી એમ(PM)

views 69

હવામાન વિભાગે આગામી બે અને ત્રણ ફેબ્રુઆરીએ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આગામી બે અને ત્રણ ફેબ્રુઆરીએ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. દરમિયાન ગત 24 કલાકમાં ચાર ડિગ્રીના ઘટાડા સાથે સૌથી ઓછું 10 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું હોવાનું હવામાન વિભાગના નિદેશક ડૉ. એ. કે. દાસે જણાવ્યું હતું.

જાન્યુઆરી 26, 2025 8:14 એ એમ (AM)

views 67

રાજ્યભરમાં ઠંડીનું જોર યથાવત્ છે અને આગામી 48 કલાક સુધી આ જ સ્થિતિ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

રાજ્યભરમાં ઠંડીનું જોર યથાવત્ છે અને આગામી 48 કલાક સુધી આ જ સ્થિતિ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. વિભાગના જણાવ્યા મુજબ, અમદાવાદ સહિત આસપાસના વિસ્તારમાં મહત્તમ તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટ્યું હતું. તેમજ રાજ્યના મોટાભાગના જિલ્લાઓનું મહત્તમ તાપમન સામાન્ય અથવા સામાન્યથી ઓછું નોંધાયું હતું, પરંતુ રાત્રિ દરમિયાનના લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ફેરફાર આવ્યો નહતો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી ઓછું નવ ડિગ્રી સેલ્સિયસ તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું હતું. જ્યારે ભુજ, કંડલા હવાઈમથક, અને પોરબંદર ...